ભારતમાં શનિદેવના બે પ્રસિદ્ધ મંદિરો માનવામાં આવે છે, એક મથુરા પાસે આવેલંુ કોકિલા વન અને બીજું મહારાષ્ટ્રમાં આવેલું શિંગણાપુર ધામનું વિશેષ મહત્ત્વ છે. શિંગણાપુર શનિદેવનું વિશેષ મહત્ત્વ છે, અહીં શનિદેવ મહારાજની કોઇ મૂર્તિ નથી. પરંતુ મોટો કાળો પથ્થર છે, જેને શનિનો વિગ્રહ માનવામાં આવે છે. શનિદેવના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે દેશ-વિદેશથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં માનવામાં આવે છે, કે શનિ મહારાજ પર તેલનો અભિષેક કરવાથી શનિદેવ ક્યારેય કષ્ટ નહીં પડવા દે