video: ઊંઝાના ઉમિયા મંદિરનો છે રસપ્રદ ઇતિહાસ

0
758
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

પાટીદારોની કુળદેવીની અપાર શ્રધ્ધાથી આજે વિશ્વમાં ઉમિયા ધામ એટલે ઊંઝા તરીકે જગ પ્રસિદ્ધ બન્યું છે. ૧૮૬૩ વર્ષ પહેલા સંવત ૨૧૨માં કડવાક્ષેત્રી વ્રજપાલજીએ શિવ ભગવાનની આજ્ઞાથી શ્રી ઉમિયા માતાજીને પ્રસન્ન કરી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની પ્રાચીન ઉમાપુર જે હાલનુ ઊંઝા તરીકે પ્રસિદ્ધ છે. જેમાં ધગડા ગામીએ વિક્રમ સંવત ૧૧૨૨માં આરંભ કરી ૧૧૨૪ના ચૈત્ર મહિનામાં શિખર ચડાવી ઉમિયા માતાજી મંદિરનુ નિર્માણ કરાવ્યું હતું.

આ મંદિર અલ્લાઉદ્દીન ખીલજીએ વિ.સં. ૧૩૫૬માં ધરાશાયી કર્યું હતું. હાલના મંદિરની ફરતે બનેલા કિલ્લાનુ બાંધકામ વિક્રમ સંવત ૧૮૭૩ના ચૈત્ર સુદ-૪ના દિવસે ખાત મૂર્હત કરી મંદિર નિર્માણ કાર્ય કર્યું. અમદાવાદના શેઠ રામચંદ્ર મનસુખલાલ પટેલ ઈટ, ચુનાના દેવળનુ ઉત્થાપન કરી શિખર, દેવાલય બાંધવાની શરૃઆત કરી હતી. જે કાર્ય અટકી પડયું હતું. જે ૧૯૩૮માં મહારાજા સયાજી રાવ ગાયકવાડની મદદથી તેમજ ઘર દિઠ ઉઘરાણું કરી ૧૯૪૩માં જીર્ણોદ્ધાર કરેલ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ૧૯૫૧માં ચૈત્ર મહાવદ-૫ના દિવસે પ્રતિષ્ઠા કરી મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.