ભારતના પાંચ સૌથી અમીર મંદિર, કમાણી જાણીને ચોંકી જશો!

0
571
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભારતના મંદિરોમાં કરવામાં આવતું દાન હંમેશા ચર્ચામાં રહે છે. દર વર્ષે મંદિરોમાં દાનની વહેતી સરવાણી નવા રેકોર્ડ બનાવતી જાય છે. આ જ ક્રમમાં આજે અમે ભારતના એવા મંદિરો વિશે તમને જણાવીશું જે સૌથી અમીર છે. ભારતના પાંચ મંદિર જેની કમાણી જાણીને તમે થઇ જશો હેરાન.

પદ્મનાભસ્વામી મંદિર ભારતના સૌથી અમીર મંદિરોની યાદીમાં આવે છે. અહીં દર વર્ષે 500 કરોડ રૂપિયાનું દાન-દક્ષિણા આવે છે. આ મંદિર ભારતના કેરળમાં છે.

તિરૂમાલા મંદિર તિરૂપતિ વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશમાં સ્થિત છે. આ મંદિર દર વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આંધ્રપ્રદેશના આ મંદિરમાં દરરોજ હજારો લોકો દર્શન કરે છે.

વેષ્ણોદેવી મંદિર ભારતના જમ્મૂમાં આવેલું છે.આ મંદિરને દર વર્ષે 500 કરોડ રૂપિયાની કમાણી થાય છે.

સાંઇબાબા મંદિર પર ચઢાવવામાં આવતું દાન દર વર્ષે નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. અહીં અમીરથી લઇને ગરીબ સુધી સૌ કોઇ પોતાનું શીશ ઝુકાવવા પહોંચી જાય છે. આ મંદિરની વાર્ષિક કમાણી અંદાજે 630 કરોડ રૂપિયા છે. તે ભારતના શિરડીમાં આવેલું છે.

સિદ્ધિવિનાયક મંદિર ભારતના મુંબઇમાં આવેલું છે. આ મંદિરમાં એક વર્ષમાં અંદાજે 125 કરોડ રૂપિયાનું દાન મળે છે.