દક્ષિણ આફ્રિકાના મોટાભાગના લોકો તેના જંગલો અને ત્યાંની જનજાતિઓના કારણે ઓળખાય છે. કે પછી હૉલીવુડની ફિલ્મોમાં જોવા મળતા ગરીબ અને બંદૂકની અણીએ ચાલતી સત્તાના કારણે ઓળખવામાં આવે છે પરંતુ આ મહાદેશમાં એવી પણ જગ્યા છે, જ્યાં દુનિયાના સૌથી ધનિક અને ધની લોકો પોતાની સાંજ વિતાવવા, હરવા-ફરવા અને મોજ-મસ્તી કરવા જાય છે.
દક્ષિણ આફ્રિકામાં સ્થિત બોત્સ્વાના દેશમાં એક કેમ્પ છે જેનું નામ છે-મોમ્બો કેમ્પ એન્ડ લિટિલ મોમ્બો કેમ્પ. મોરેમી ગેમ રિઝર્વ વચ્ચે સ્થિત આ કેમ્પને દુનિયાની સૌથી સારી હોટલ ગણવામાં આવી છે. અમેરિકાના ન્યૂયોર્કથી નીકળનારી ટ્રાવેલ + લેઝર (Travel + Leisure) પત્રિકા દ્ધારા કરવામાં આવેલા સર્વેમાં આ હોટલને 100માંથી 96.60 પોઇન્ટ્સ મળ્યા છે.
દક્ષિણ આફ્રિકાની પ્રાકૃતિક સુંદરતાની વચ્ચોવચ વસેલી આ હોટલમાં દરેક પ્રકારની લકઝરી સુવિધા પૂરી પાડે છે. અહીં તમે વાઇલ્ડ લાઇફની ભરપૂર મજા લેતા કોઇપણ ફાઇવ સ્ટાર હોટલની કમી નહીં અનુભવો.
મોમ્બો કેમ્પ એન્ડ લિટલ મોમ્બો કેમ્પમાં એક રાત વિતાવવાનો ખર્ચ આવે છે ફક્ત 1 લાખ 5 હજાર રૂપિયા. જો કે આ ફીમાં આપને અહીંની ગેમ્સ, જમવાનું વગેરે વ્યવસ્થા છે. આ હોટલની લગભગ બધી સુવિધાઓ ઓપન એરમાં છે. ચાલવા માટે બનેલા રસ્તા થોડી ઉંચાઇ પર બનાવાયા છે જેથી તમે સુરક્ષિત રહીને વાઇલ્ડ લાઇફની મજા ઉઠાવી શકો. આ હોટલનો કોમન લિવિંગ એરિયા ઓપન એરિયામાં બનેલો છે. જ્યાંથી તમે જાનવરોને મસ્તી કરતા જોઇ શકો છો. ટેન્ટનુમા બનેલા લક્ઝરી બેડરૂમથી તમે સિંહ, ઝિબ્રા અને અન્ય જંગલી જાનવરોને બારીમાંથી જોઇ શકો છો.
ટેન્ટની અંદર તમારા આરામ માટે ગાદીવાળા બેડ્સ, વુડન ફ્લોરિંગ, લેવિસ બાથરૂમ, આઉટડોર શાવર અને આપના માટે ખાનગી વરંડા પણ બનેલો છે. ત્યાં સુધી કે હોટલનો બાથરૂમ પણ ઓપન સ્પેસમાં બનેલો છે. ડાયનિંગ સ્પેસ પણ ઓપન એરિયામાં છે. જો તમને હોટલનો ઓપન એરિયા પસંદ નથી તો કંઇ વાંધો નહીં. તમે જંગલી જાનવરો વચ્ચે આઉટડોર પણ નાસ્તા કરી શકો છો. હોટલ મેનેજમેન્ટ આપને ફ્રીમાં વાઇલ્ડ લાઇફ સવારી પણ કરાવે છે. જ્યાં તમે સિંહ, ચિતા, જંગલી ભેંસ, દરિયાઇ ઘોડા અને જંગલી હાથી જોઇ શકે છે.