અત્યાર સુધી તમે રિવર રાફ્ટિંગની મજા ફક્ત ઋષિકેશમાં જ લીધી છે તો એક વધુ જગ્યા હશે જ્યાં રાફ્ટિંગનો અનુભવ હશે બિલકુલ અલગ અને એક્સાઇટિંગ. લીલાછમ જંગલ અને વચ્ચે વહેતી નદી, કંઇક આવો હોય છે બામ્બૂ રાફ્ટિંગનો નજારો. જેનો અનુભવ લેવા માટે તમારે પેરિયાર ટાઇગર રિઝર્વ આવવું પડશે. બામ્બૂ રાફ્ટિંગ નેચર વોકનો જ હિસ્સો છે. તેમાં વાંસથી બનેલી નૌકાથી નદીમાં ફરવાની તક મળે છે.
બામ્બૂ રાફ્ટિંગ
આની શરૂઆત સવારે 8 વાગ્યાથી જ થઇ જાય છે જેનાથી તમે સવાર-સવારમાં પ્રકૃતિના સુંદર નજારાનો આનંદ લઇ શકો. ફોટોગ્રાફિના હિસાબથી પણ આ સમય ઘણો સારો હોય છે. આ રાફ્ટિંગ સુધી પહોંચવા માટે તમારે ગાઢ જંગલમાં થોડોક સમય ટ્રેકિંગ કરવું પડે છે. ખાતરી રાખો આ ટ્રેકિંગ દરમ્યાન આપને કોઇપણ પ્રકારનો થાક નહીં લાગે પરંતુ તમે તેને એન્જોય કરી શકશો. 3 કલાકનું બામ્બૂ રાફ્ટિંગ ફક્ત અનોખું એડવેન્ચર છે પરંતુ નોલેજ અને એન્ટરટેન્મેન્ટ દરેક રીતે બેસ્ટ પણ છે. સુંદર દ્શ્યોની સાથે પક્ષીઓનો કલબલાટ તમારી સફરને વધુ મજેદાર બનાવે છે. જો તમે આ રાફ્ટિંગ માટે જઇ રહ્યા છો તો તમારી સાથે કેમેરા લેવાનું ન ભૂલતાં કારણ કે, આ જગ્યાની સુંદરતાનું વર્ણન કરવા માટે ફોટોગ્રાફ્સ જ કાફી છે. સાંજે 5 વાગ્યા બાદ રાફ્ટિંગ બંધ થઇ જાય છે. પશ્ચિમ ઘાટમાં પેરિયાર ટાઇગર રિઝર્વ ઘણી મોટી અને ગાઢ બાયો-ડાયવર્સિટીવાળી જગ્યા છે.
રાફ્ટિંગના નિયમો
એક બામ્બૂ રાઇડમાં લગભગ 10 ટૂરિસ્ટ, એક આર્મ્ડ ફોરેસ્ટ ગાર્ડ અને ચાર ગાઇડ હોય છે. જેમાં મોટાભાગના ગાઇડ ટ્રાઇબલ કોમ્યુનિટીમાંથી આવે છે જેને અહીંના જંગલો અને આસપાસની દરેક સુંદર ચીજ અંગે ઘણી જ ખબર હોય છે. આની પાસેથી તમે ઘણી જાણકારી મેળવી શકો છો. એટલા માટે આને સરકાર દ્ધારા શરૂ કરવામાં આવેલા ઇકો ડેલવપમેન્ટ પ્રોજેક્ટનો હિસ્સો પણ બનાવવામાં આવ્યો છે.
રાફ્ટિંગ દરમ્યાન મળનારી સુવિધાઓ
રાફ્ટિંગ દરમ્યાન ટૂરિસ્ટને બ્રેકફાસ્ટ પણ સર્વ કરવામાં આવે છે. બ્રેડ, જામ, ફ્રૂટ્સ, ચા, સ્નેક્સ ઉપરાંત, લંચની પણ સુવિધા મળે છે. બામ્બૂ પર બેસીને રાફ્ટિંગ કરતાં કરતાં તમે પહોંચો છો પેરિયાર ટાઇગર રિઝર્વના કેચમેન્ટ એરિયામાં. જંગલમાં કેટલોક સમય વધુ પસાર કરવા માંગો છો અહીં બામ્બથી બનેલા રૂમ્સ પણ અવાઇલેબલ છે. જ્યાં રોકાવાથી એક્સપીરિયન્સ પણ ઘણો અલગ હશે. એવું લાગશે કે તમે કેરળના કોઇ ટ્રેડિશનલ ઘરમાં બેઠા છો. આ ઉપરાંત, અહીં કેરળ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન હોટલ એન્ડ રિઝોર્ટનું અરન્યા નિવાસ પણ છે. જ્યાં ટૂરિસ્ટો માટેની દરેક સુવિધા મળે છે.
કેવી રીતે પહોંચશો
રેલમાર્ગ- કોટ્ટાયમ, અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે જે ટેક્કડીથી 114 કિમી દૂર છે.
હવાઇમાર્ગ- તામિલનાડુનું મદુરાઇ એરપોર્ટ અહીંથી 136 કિમીના અંતરે છે અને કોચ્ચીનું નેન્દુબાસેરી એરપોર્ટ 190 કિમીના અંતરે છે.