એકલા હોવ કે ગ્રુપમાં, ટ્રેકિંગના આ બેઝિક ફન્ડાઓ અંગે જાણવું જરૂરી છે

0
588
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટ્રેકિંગનો શોખ દરેકને નથી હોતો પરંતુ જેમને હોય છે તેઓ આ એડવેન્ચરને ઘણો જ એન્જોય કરે છે. પર્વતોનું ટ્રેકિંગ એટલા માટે પણ ખાસ હોય છે કારણ કે અહીંનું મોસમ સતત બદલાતું રહે છે. ગરમી, વરસાદ અને ક્યારેક ઠંડીનો અનુભવ કરાવનારા ટ્રેકિંગ પર જતી વખતે ફક્ત સ્ટાઇલિશ કપડા અને ફુટવેર્સનું પેકિંગ પૂરતું નથી હોતું. બીજી પણ અનેક ચીજો છે જેનું ધ્યાન રાખવાનું જરૂરી હોય છે. ત્યારે જ તમે ટ્રેકિંગની મજા લઇ શકશો.

ટ્રેકિંગની શરૂઆત કરતાં પહેલા આ વાતોને જાણી લેવી જરૂરી

ટ્રેકિંગની પૂરી જાણકારી પાસે રાખો

હરવા-ફરવાની અસલી મજા ત્યારે જ લઇ શકશો જ્યારે તમે સંપૂર્ણ પ્લાનિંગની સાથે જાઓ અને પ્લાનિંગ માટે સૌથી જરૂરી છે નોલેજ. જે જગ્યાએ તમે જઇ રહ્યા છો તે જગ્યાનું હવામાન ટ્રેકિંગ માટે અનુકૂળ છે કે નહીં? ટ્રેકિંગનો રસ્તો કેવો છે? ત્યાં રોકાવાની કેવી વ્યવસ્થા છે? સામાન લઇને ટ્રેક કરવાનું છે છે? ટ્રેકિંગમાં કેટલો સમય લાગી શકે છે? આ બધી જાણકારી હશે તો જ તમે તેના હિસાબથી પોતાનું આગળનું પ્લાનિંગ કરી શકશો. ગ્રુપમાં ટ્રાવેલ કરી રહ્યા છો કે એકલા, આ બન્ને પરિસ્થિતિ માટે જરૂરી છે.

તમારા આઉટફિટ્સ અને ફુટવેર્સ હોય કમ્ફર્ટેબલ

ટ્રેકિંગ પર જતી વખતે સારૂ એ રહેશે કે તમે ફુલ સ્લીવ ટી-શર્ટ્સ અને ટ્રેક પેન્ટ્સ પહેરો. જે ઘણાં જ કમ્ફર્ટેબલ હોય છે. ટ્રેકિંગ દરમ્યાન ફુટવેર્સ હંમેશા શૂઝ પહેરો જેની પકડ હંમેશા સારી હોય છે. સારૂ એ રહેશે કે ટ્રેકિંગ માટે એકવાર બ્રાન્ડેડ જુતા જ ખરીદો. આનાથી બરફ હોય કે પથરાળ રસ્તો તમને ચાલવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી નહીં થાય. હાં, ટ્રેકિંગ દરમ્યાન સેન્ડલ્સ અને ફ્લોટર્સ પહેરવાનો આઇડિયા બિલકુલ યોગ્ય નથી.

બોડીને હાઇડ્રેટ રાખો

ટ્રેકિંગ દરમ્યાન પાણી પીતા રહો જેનાથી તમારી બોડી હાઇટ્રેડ રહેશે. કારણ કે પાણીની કમીથી માથાનો દુઃખાવો, ચક્કર અને નબળાઇનો પ્રોબ્લેમ થવા લાગે છે. બોડીને હાઇડ્રેટ રાખવા માટે જ્યૂસ, નારિયેળ પાણી, ચા અને કોફીના પણ ઓપ્શન છે તમારી પાસે.

ટ્રેક લીડરને ફોલો કરો

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે તમે ઘણાં બધા ટ્રેક કર્યા હશે પરંતુ જો તમારી સાથે ટ્રેક લીડર છે તો હંમેશા તેમની વાત સાંભળો. તેમને રસ્તા અને તેમાં આવનારા સંકટ અંગે સારી ખબર હોય છે. જે સુરક્ષિત અને એન્જોયફુલ ટ્રેકિંગ માટે સૌથી જરૂરી ચીજ છે. એકલા ટ્રેકિંગ પર નીકળ્યા છો તો રૂટ અંગે તપાસ કરી લો અને તેને જ ફોલો કરો.

ગંદગી ન ફેલાવો

ટ્રેકિંગ દરમ્યાન ગંદકી બિલકુલ ન ફેલાવો કારણ કે ત્યાં સફાઇ ઘણી મુશ્કેલીથી થાય છે. અને સાથે જ તે જગ્યાની સુંદરતાને પણ બરબાદ કરે છે.