પ્રકૃતિના ખોળામાં ચારો તરફ પર્વતો અને હરિયાળી જોવી કોને ન ગમે. આપણે મોટે ભાગે આવા નવા સ્થળની શોધમાં હોઈએ જ છીએ. ત્યારે દહેરાદૂનની થોડા અંતરે આવેલ માલદેવતા અનેક પ્રવાસીઓનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. તેનું કારણ માલદેવતાની હરિયાળી અને ઝરણાઓનું સંગીત છે. અહીં પર્વતો પરથી નાના નાના અનેક ઝરણા પડે છે જેનું સંગીત તમારું ધ્યાન ખેંચ્યા વગર નહીં રહે. આ કારણે જ પાછલા થોડા વર્ષોમાં માલદેવતા એક ડિમાંડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. તો ચાલો જણાવીએ તમને કે કઈ રીતે પહોંચી શકશો માલદેવતા.
દહેરાદૂન પહોંચીને અહીંથી ફક્ત 18 કિમી દૂર આવેલું છે, માલદેવતા. અહીં જવા માટે દહેરાદૂનથી સિટી બસ અથવા લોકલ ઓટો, સ્મોલ કેબ્સ મળી શકે છે.
માલદેવતામાં તમે નેચર વૉકની સાથે સાથે અનેક જુદી જુદી ગેમ્સ રમી શકો છો. જો તમને પક્ષીઓનો અવાજ અને તેમને જેવા ગમે છે તો અહીં તમે બર્ડ વોચિંગ પણ કરી શકો છો.
અહીંની સુંદર પહાડીઓ જોઈને તમારું મન કેમ્પિંગ કરવાનું થઈ જશે. તો મનને મારવાની જરુર નથી. અહીં તમને ખુબ સહેલાઈથી કેંપ માટે ભાડેથી તમામ વસ્તુઓ મળી જશે. જો કેંપિંગ માટે તમે એકલા છો અને રસ્તો સમઝ નથી આવતો તો તમને ગાઇડ પણ મળી રહેશે.