જો તમે ન્યૂ યર પર વેકેશનનું કોઇ પ્લાનિંગ નથી કર્યું તો તમારે નિરાશ થવાની જરૂર નથી. કારણે જાન્યુઆરી મહિનામાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જાન્યુઆરીમાં ઉત્તરાયણના પર્વ પર લોગ વીકએન્ડ મળશે જેમાં તમે પરિવાર સાથે ટ્રિપ પ્લાન કરી શકો છો. જાન્યુઆરીમાં 12 થી 14 જાન્યુઆરી સુધી ત્રણ દિવસની રજા મળશે અને જો તમે એક દિવસની વધારે રજા લેશો તો તમારો વીકએન્ડ લાંબો થઇ જશે. અને આ રીતે તમે ટ્રીપ પ્લાન કરી શકો છો.
અમદાવાદ
જાન્યુઆરીમાં આ લોંગ વીકએન્ડમાં અમદાવાદમાં અનેક પ્રોગ્રામ થાય છે. જાન્યુઆરીમાં વીકએન્ડ દરમિયાન શહેરના રિવરફ્રન્ટ પર ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ ફેસ્ટિવલ 6 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલે છે. જેમાં આકાશમાં રંગ-બેરંગી અને અલગ-અલગ પ્રકારના પતંગ જોવાની મજા કંઇક અલગ જ હોય છે.
રાજસ્થાન
12 તેમજ 13 જાન્યુઆરી વચ્ચે ફરવા માટે રાજસ્થાન પણ ઓપ્શન છે. આ બે દિવસ દરમિયાન રાજસ્થાનના બીકાનેરમાં ઉંટમેળાનું આયોજન થાય છે, આ મેળાને જોવા માટે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. આ મેળા સિવાય રાજસ્થાનના ભવ્ય મહેલ અને કિલ્લાઓ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
કચ્છ
જાન્યુઆરી મહિનો કચ્છમાં ફરવા માટે તેમજ તેની સંસ્કૃતિ જાણવા માટે બેસ્ટ મહિનો છે. કચ્છમાં હાલ ‘રણોત્સવ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સિવાય કચ્છમાં સફેદ રણમાં તમે તમારો કિંમતી સમય પસાર કરી શકો છો. કચ્છમાં પૂનમના દિવસે ખુલ્લા મેદાનમાં ફરવાની પણ કંઇક અલગ મજા છે. કચ્છમાં કાળો ડુંગર, માંડવી બીચ, નારાયણ સરોવર, વિજય વિલાસ પેલેસ ફરવા માટેની બેસ્ટ જગ્યા છે.