શહેરમાં ગામડું ! રહેવાનું મન થશે ગાંધીનગર નજીકના આ રિસોર્ટમાં

0
1546
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઘણીવાર શહેરના કોલાહોલથી કંટાળીને આપણને ગામડામાં જઇને એકાંત માણવાનું મન થતું હોય છે. પરંતુ હવે તો ગામડાં પણ ભાંગી રહ્યા છે ત્યારે મનની શાંતિ માટે જો કોઇ એવો રિસોર્ટ મળે જ્યાં તમને ગામડા જેવું કુદરતી વાતાવરણ મળે, સાથે દેશી જમવાનું અને લોકસંસ્કૃતિનો પરિચય પણ થાય તો…તો સોનામાં સુગંધ ભળી જાય. આવી જ એક જગ્યા છે ગાંધીનગરથી માત્ર 23 કિલોમીટર દૂર એવો સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટ.

અમદાવાદથી કેટલો દૂર

સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટ અમદાવાદથી માત્ર 50 કિલોમીટરના અંતરે સાબરમતી નદીના કોતરોમાં આવેલો છે જે તમને શહેરના કોલાહલથી દૂર એક પ્રાકૃતિક અને અલૌકિક વાતાવરણનો અનુભવ કરાવે છે. રિસોર્ટ નજીક સાબરમતી નદી છે જેનાથી ચોમાસામાં તેની સુંદરતા વધુ ખીલી ઉઠે છે.

કયાં છે આ રિસોર્ટ

ગાંધીનગરથી મહુડી જવાના રસ્તા પર ગ્રામભારતી નજીક અમરાપુર ગામ પાસે આવેલો છે આ રિસોર્ટની ખાસિયત એ છે કે તેમાં તમને અર્બન અને ગ્રામ્ય સંસ્કૃતિનો અનુભવ એક જ જગ્યાએ થાય છે. આ રિસોર્ટમાં કચ્છમાં હોય છે તેવા ભુંગા જોવા મળશે તો રાજસ્થાનના જેસલમેર જેવા જેવા ટેન્ટ પણ અહીં જોઇ શકાય છે. આ ઉપરાંત, આ રિસોર્ટમાં ટેન્ટ હાઉસ, ટ્રક હાઉસ પણ છે. તેમજ ટૂંક સમયમાં ટ્રી હાઉસ પણ જોવા મળશે.

ચોમાસામાં આનંદ ઉઠાવો

સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટમાં 200 વર્ષ જુનું ગ્રામ્ય કલ્ચર ઉભુ કરવામાં આવ્યું છે. અહીં તમને ગામઠી ફૂડનો લ્હાવો લઇ શકાય છે. રાત્રે રાજસ્તાની કલ્ચર કલ્ચર પ્રોગ્રામ પણ થાય છે. એટલું જ નહીં પ્રવાસીઓને ભુલાઇ ગયેલી દેશી રમતો પણ રમાડવામાં આવે છે.


મોટાઓની સાથે બાળકો એન્જોય કરી શકે તેવી તમામ સુવિધાઓ તમને અહીં મળી રહે છે. બાળકને ઘરે જવાનું મન નહીં થાય તેટલી વાત તો ચોક્કસ છે.

કેટલું છે ભાડું

સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટમાં એક રાત રેહવાનો ખર્ચ 2999થી 15000 રૂપિયા જેટલો થાય છે. રૂમના પ્રકાર અને પ્લાનની પસંદગી અનુસાર તમે કોઇપણ પેકેજ પસંદ કરી શકો છો. સ્વપ્નસૃષ્ટિના પેકેજની માહિતી અંગે http://swapnasrushtiresort.com/packages/ લિંક પર ક્લિક કરો.

રિસોર્ટનો સંપર્ક કરવા માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.

P: +91-9904777711
+91-9574007705/07/18
E: info@swapnasrushti.com

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.