શું તમે ક્યારેય જંગલમાં રહેવાનો અનુભવ કર્યો છે અને તે પણ સિંહની નજીક. સામાન્ય રીતે ગીરમાં સિંહદર્શન કરવા જતા ગુજરાતીઓ જંગલ નજીક હોટલો અને રિસોર્ટમાં રૂમ બુક કરાવતા હોય છે. પરંતુ આજે અમે આપને એક એવું ફાર્મહાઉસ બતાવીશું જે જંગલમાં છે અને ઘણીવાર સિંહો આ ફાર્મહાઉસની ડેલીએ હાથ દઇને જતા રહે છે. એટલે કે સિંહો જ ત્યાં આવી જાય છે તમારા આંગણે. આ જગ્યા છે ગીરના ભોજદે ગામમાં આવેલું શ્યામ ફાર્મ હાઉસ.
આ ફાર્મહાઉસને એક રિસોર્ટમાં ફેરવી નાંખવામાં આવ્યો છે. જેમાં કેસર કેરીના આંબા અને ગાઢ જંગલ વચ્ચે એક રાત રહેવાનો અનુભવ યાદગાર રહેશે. રાતે અહીં તાપમાન નીચું જાય છે. કેમ્પફાયર કરવાની મજા આવે છે. સીદ્દીઓના નૃત્યની મજા પણ તમે લઇ શકો છો. તમારા રૂમની બાલ્કનીમાંથી તમને ગીરના ગાઢ જંગલના દર્શન થાય છે.
ક્યાં છે શ્યામ ફાર્મ હાઉસ
તલાળા તાલુકામાં સાસણગીર જંગલ નજીક ભોજદે ગામમાં
અમદાવાદથી 374 કિમી
સાસણથી 8 કિમી
જુનાગઢથી 58 કિમી
શું કામ શ્યામ ફાર્મ હાઉસ જ
મોટાભાગેના લોકો ગીરમાં રોડ નજીક કોમર્શિયલ હોટલોમાં ટ્રાફિકના શોરબકોરમાં રહેતા હોય છે. જ્યારે શ્યામ ફાર્મ હાઉસ એવી જગ્યાએ છે જેની સરહદો ગીરના જંગલને અડે છે. એટલે કે ખરેખર જંગલમાં રહેવાનો અનુભવ તમને અહીં મળે છે. અહીંના કુદરતી અને નૈસર્ગિક વાતાવરણમાં તમારો તમામ થાક દૂર થઇ જશે. હાં, ક્યારેક સિંહોની ત્રાડ તમને જરૂર ધ્રુજાવશે.
કેવી છે સુવિધા
સ્વિમિંગ પુલ
આફ્રિકન સીદી ડાન્સ (ઓપ્શનલ)
કેસર કેરીનું ફાર્મ
સાસણથી 8 કિમી
શિયાળામાં કેમ્પફાયર
શું છે કપલ રૂમનું ભાડું
ડિલક્સ રૂમ બાલ્કની સાથે રૂ.3500
ડિલક્સ રૂમ લિવિંગ રૂમ સાથે રૂ.4500
એકસ્ટ્રા બેડ રૂ.1,250
એકસ્ટ્રા બાળકનો ચાર્જ રૂ.625
ઉપરનું પેકેજ 1 રાતનું છે જેમાં બે વ્યક્તિ સાથે બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરનો સમાવેશ થાય છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.