જો તમે વેકેશન કે રજાઓના દિવસોમાં ઉદેપુર ફરવા ગયા હોવ તો તમને ઉદેપુરની હોટલોના ઊંચા ભાડાથી પરેશાન થવું પડ્યું હશે. ઉદેપુરમાં સામાન્ય રીતે શિયાળાની આખી સીઝન ઉંચા ભાડા ચૂકવવા પડે છે. પરંતુ જો તમારે વધારે ભાડુ ન ચૂકવીને હોટલ જેવી સુવિધા મેળવવી હોય તો ઉદેપુરથી થોડાક આગળ એટલે કે હિન્દુઓના ધાર્મિક સ્થળ એકલિંજી (કૈલાસપુરી) જવું પડશે. અહીં તમને સસ્તામાં રહેવા માટેનો વિકલ્પ છે લીલાબા અતિથિ ભવન.
ઉદેપુરથી કેટલું દૂર છે એકલિંજી
હિન્દુઓ અને ખાસ કરીને બ્રાહ્મણોના પવિત્ર સ્થળ એવું એકલિંજી ઉદેપુરથી માત્ર 20 કિમી દૂર છે. એકલિંજીથી શ્રીનાથજી માત્ર 30 કિમી દૂર છે.
લીલાબા અતિથી ભવન
એકલિંજી મંદિરની બિલકુલ સામે આવેલું છે લીલાબા અતિથી ભવન. ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્ધારા સંચાલિત આ અતિથી ગૃહમાં તમને તદ્દન સસ્તામાં એક સામાન્ય બજેટ હોટલ કરતાં સારી સુવિધા મળશે.
કેવી છે સુવિધા
એસી, નોન-એસી રૂમ
ગરમ અને ઠંડા પાણીની સુવિધા
ડબલ બેડ, એલસીડી ટીવી
કપડા મૂકવા માટે લાકડાનું કબાટ
ગુજરાતી ભોજનની સુવિધા
કેટલું છે ભાડું
નોન-એસી રૂમ રૂ.700 (ડબલ બેડ)
એસી રૂમ રૂ.800 (ડબલ બેડ)
એસી રૂમ રૂ.1600 (ચાર બેડ)
ડબલ બેડ પર બાળક સાથે 3 વ્યક્તિઓ રહી શકે છે
એકસ્ટ્રા બેડ સાથે ચાર વ્યક્તિઓની સુવિધા
ડોરમેટરી રૂમમાં વ્યક્તિ દિઠ રૂ.100
ગુજરાતી ભોજન વ્યક્તિદિઠ રૂ.100 (સવાર-સાંજ)
બુકિંગ માટે સંપર્ક
મોબાઇલઃ 096364 29297
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે..