લદ્દાખ જવાની મજા થશે બમણી, નવા પાંચ રુટ્સ ટુરિસ્ટ માટે ખોલાયા

0
540
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

એડવેન્ચર ટ્રીપ કરવા માટે લદ્દાખ જતા લોકો હવે પોતાની ટ્રીપને વધુ એન્જોય કરી શકશે. સરકારે લદ્દાખના પાંચ નવા રુટ્સને ખૂલ્લા મૂકી દીધા છે. આ ચાર રુટ્સમાં ચાર ટ્રેકર્સ માટે જ્યારે એક ટુરિસ્ટ માટે છે. લદ્દાખમાં અત્યાર સુધી ટુરિસ્ટર પરમિટ લઈને સાત દિવસ સુધી જ વિવિધ રુટ્સ પર ટ્રાવેલ કરી શકતા હતા. જોકે, હવે આ લિમિટને પણ સાત દિવસથી વધારીને 15 દિવસની કરી દેવામાં આવી છે. જેનાથી લદ્દાખ આવતા ટુરિસ્ટ હવે આરામથી આખા જિલ્લામાં ફરી શકશે.

લદ્દાખના મોટાભાગના ટુરિસ્ટ રુટ્સ 14,000 ફુટની ઉંચાઈ પર આવેલા છે, અને ઘણાખરા કાચા રસ્તા છે, તેમજ કેટલીક જગ્યાએ તે ચાઈનીઝ બોર્ડર પાસેથી પણ પસાર થાય છે. આ રસ્તાઓ પર બાઈકિંગ કરવા મોટી સંખ્યામાં લોકો દર વર્ષે આવતા હોય છે. જોકે, નવા રુટ્સ પર પરમિશન કેટલાક નિયંત્રણો સાથે મળશે.

નિયમો અનુસાર, નાઈટ સ્ટે પર નિયંત્રણ મૂકાયો છે, અને કોઈપણ ટ્રેકિંગ રુટ પર નાઈટ સ્ટે માન્ય નથી. જોકે, કેટલાક ટુરિસ્ટ રુટ્સ પર નાઈટ સ્ટેની પરમિશન છે. લદ્દાખના સ્થાનિક લોકો વધતા જતા ટુરિઝમનો ફાયદો ઉઠાવવા માટે વધુમાં વધુ રુટ્સ ખોલવામાં આવે તેવી લાંબા સમયથી માગ કરી રહ્યા છે, જેના આધારે આ નિર્ણય લેવાયો છે.

લદ્દાખમાં વર્ષે લગભગ ત્રણેક લાખ ટુરિસ્ટ આવતા હોય છે. ઉનાળાનો સમય અહીં આવવા માટે શ્રેષ્ઠ હોય છે. ટુરિઝમને કારણે આ જિલ્લાના લેહ તેમજ નુબ્રા અને ઉત્તરમાં માન-મેરાક વિસ્તાર સાથે પાન્ગોંગ ત્સો લેકના વિસ્તારોમાં લોકોને ખાસ્સો આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે.

જે નવા પાંચ રુટ્સને સરકાર દ્વારા ખોલવામાં આવ્યા છે તેમાં મેરાક-લોમા બેન્ડ એક્સિસ, ચુશુલ-કાર્ટસાંગલા-માહે, દુરબુક-શાચુકુલ-થારુક-સાતો, કારગ્યામ-પાર્મા-એરાથ-ચુશુલ અને લોમા-હેન્લી, કોર્ઝોક-નુર્બો-સુમદો-પેરાંગ્લા-કાઝાન્દ અને અઘામ-શ્યોક-દુર્બુકનો સમાવેશ થાય છે. લદ્દાખ આવતા ટ્રેકર્સ હવે ફ્યાંગ-ડોકલા-હંડરડોક, બાસ્ગો-નેય-હંડરડોક-હંડર, તેમિસ્ગામ-લાર્ગ્યાપ-પંચથાંક-સ્કુરુ અને સાસપોલ-સાસપોચી-રાકુરાલા-સ્કુરુના રુટ્સ પર ટ્રેકિંગ કરી શકશે.