શ્રી જયઅંબે પદયાત્રા સંઘ દ્ધારા અમદાવાદના ઓઢવથી મહુડી પાસેના અમરનાથધામની કાવડ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત પાંચમાં વર્ષે આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાવડ પદયાત્રાનો શુભારંભ અમદાવાદના ઓઢવ વિસ્તારના અર્બુદાનગર સ્થિત પંચદેવ મંદિરથી થશે. 12 ઓગસ્ટે લગભગ 5000 જેટલા કાવડિયાઓ બમ બમ ભોલેના નાદ સાથે પંચદેવ મંદિરથી સવારે 8 કલાકે પગપાળા અમરનાથ ધામ જવા નીકળશે. મહુડી પાસેના અમરનાથ ધામ ખાતે 13 ઓગસ્ટે આ કાવડયાત્રાની પૂર્ણાહુતિ થશે. અમરનાથ ધામ ખાતેના શિવલિંગ પર કાવડિયાઓ દ્ધારા જલાભિષેક કરવામાં આવશે. જયઅંબે કાવડ પદયાત્રા સંઘ દ્ધારા આયોજિત અમરનાથ જલાભિષેક યાત્રામાં આ વખથે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા રહેશે. કાવડ પદયાત્રા દરમ્યાન ભોજપુરી અને હિન્દી લોકગાયકો દ્ધારા લાઇવ પ્રોગ્રામ કરવામાં આવશે.
Most Recent Articles
કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...
છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...
કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ
બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...
રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન
કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....