4500માં જમવા સાથે પોલો ફોરેસ્ટ નજીક એસી કોટેજમાં રહો

0
1039
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આભાપુર ગામ નજીક આવેલું વિજયનગરનું પોલો ફોરેસ્ટ વેકેશન કે વિકેન્ડ્સમાં ફરવા માટેની એક ઉત્તમ જગ્યા છે. કુદરતના સાંનિધ્યમાં જંગલ ટ્રેકિંગ, કેમ્પફાયર, ડેમની મુલાકાત, પ્રાચીન મંદિરો, પર્વતોની વચ્ચે નદીઓ જોવા માટે તમારે અહીં એક દિવસ તો રોકાવું જોઇએ. પોળોના જંગલના દર્શનની સાથે જો તમારે અહીં રોકાવું હોય તો અંબિકા એગ્ઝોટિકા એક સારો રિસોર્ટ છે. પોલો ફોરેસ્ટમાં તમે હરણાવ નદી અને વાણજ ડેમ, વોટર ફોલ,શિવ ટેમ્પલ શંખેશ્વર, લાખેલા મંદિર, જૈન મંદિર તેમજ અન્ય સ્થળોની મુલાકાત લઇ શકો છો.

ક્યાં છે પોલો ફોરેસ્ટ

વિજયનગરના આભાપુર ગામ નજીક
અમદાવાદથી 150 કિમી
ઇડરથી 50 કિમી
હિંમતનગરથી 70 કિમી

અંબિકા એગ્ઝોટિકા રિસોર્ટ

આ રિસોર્ટ પોલો ફોરેસ્ટથી 14 મિનિટ અને 12.3 કિલોમીટરના અંતરે વજેપુર કંપામાં આવેલો છે. આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, કેમ્પફાયર, જિપ સફારી, ડોક્ટર ઓન કોલ, રેસ્ટોરન્ટ (પંજાબી, ગુજરાતી, રાજસ્થાની ફૂડ) સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

1 રાત 2 દિવસનું દિવાળી પેકેજ

રૂ.4,500 (કપલ દીઠ)
5 વર્ષ સુધીનું બાળક ફ્રી
બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર સામેલ
ચેક ઇન ટાઇમઃ બપોરે 12 કલાકે
ચેક આઉટ ટાઇમઃ સવારે 10 કલાકે

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.