video: સૂર્ય કરે છે મા લક્ષ્મીનાં ચરણસ્પર્શ, જાણો, કોલ્હાપુરમાં આવેલા શક્તિપીઠ મંદિરનું મહત્ત્વ

0
381
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત શ્રી મહાલક્ષ્મી મંદિર 51 શક્તિ પીઠોમાંથી એક માનવામાં આવે છે. મહાલક્ષ્મીને ભારતનું સૌથી પ્રસિદ્ધ લક્ષ્મી મંદિર માનવામાં આવે છે. માતા લક્ષ્મીનું મંદિર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત છે, જે મુંબઈથી 400 કિમી અંતરે છે. પુરાણો અનુસાર, શક્તિ પીઠોમાં માતા શક્તિ ઉપસ્થિત રહીને ભક્તોની મનોકામના પૂરી કરે છે. આ શક્તિપીઠ એટલા માટે પ્રખ્યાત છે, કારણ કે એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં જે ભક્ત ઇચ્છા લઈને આવે તે પૂર્ણ થાય છે. ઈતિહાસ જોઈએ તો આ મંદિરનું નિર્માણ સાતમી સદી ચાલુક્ય વંશના શાશક કર્ણદેવએ કરાવ્યું હતું. માન્યતા છે કે અહિયાં લક્ષ્મી પ્રતિમા લગભગ ૭૦૦૦ વર્ષ જૂની છે આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહિયાં સૂર્ય ભગવાન એમના કિરણોથી સ્વયં દેવી લક્ષ્મીનું પદ અભિષેક કરે છે.