VIDEO: અરવલ્લી પર્વતમાળાઓની વચ્ચે આવેલા શામળાજી મંદિરનો ઇતિહાસ

0
292
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણીત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ ૧૫૦૦ વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે.

યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે.