હિમાચલ પ્રદેશ હકીકતમાં ભારતની સુંદર જગ્યાઓમાંનો એક છે અને અહીં આવેલુ પાલમપુર શહેર જાણે કે પ્રકૃતિની તમામ સુંદરના પોતાનામાં સમાવીને બેઠું છે. એવુ કહીએ કે પાલમપુરની મુલાકાત વગર હિમાચલની પ્રદેશની મુલાકાત અધુરી છે તો તે કહેવુ ખોટુ નહીં ગણાય. પ્રવાસીઓનું આકર્ષણનું નજીકનું સ્થાન અહીંથી લગભગ 35 કિલોમીટર દૂર ધર્મશાળા છે અને પાલમપુરને હિમાચલ પ્રદેશ પર્યટન સર્કિટનું એક અભિન્ન અંગ બનાવે છે. પાલમપુરમાં જોવા માટે એટલા બધા સ્થાન છે કે તમારે કેટલાક દિવસો માટે ત્યાં રહીને પ્રકૃતિનો આનંદ જરુર ઉઠાવવો જોઇએ.
અહીં બધુ જ હાજર છે જે તમને તમારી તરફ ખેંચે છે. સુરુચિપૂર્ણ રહેણાંક, શાંત મંદિર, વિચિત્ર મઠ, આકર્ષક શિખર, મનમોહક ખીણો, ચાના બગીચા, આર્ટ ગેલેરીઝ અને બીજુ ઘણું બધુ, જે આ જગ્યાને પર્યટકોમાં સુંદર સ્થળ બનાવે છે. અહીંના મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે-
ચાના બગીચા
ચામુંડા દેવી મંદિર
તાશી જોંગ મોનેસ્ટ્રી
જખની માતા મંદિર
શોભા સિંહ આર્ટ ગેલેરી
બીર
ચાના બગીચા
પાલમપુર ટી એસ્ટેટ (ચાના બગીચા) પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે. વાસ્તવમાં, આ ક્ષેત્રને ઉત્તર ભારતનું ટી કેપિટલ એટલે કે ચાની રાજધાની તરીકે માનવામાં આવે છે. જુદા જુદા પ્રકારના ચાના છોડથી નીકળતા લીલા પાનના વિશાળ ક્ષેત્રોને આખા શહેરમાં જોઇ શકાય છે. અહીં તમે ચાના બગીચા ફરવા જઇ શકો છો. જો તમે ચાને પ્રેમ કરો છો તો તે પાલમપુરમાં જોવાલાયક મહત્વપૂર્ણ સ્થાનોમાંનુ એક છે. બગીચામાં ટહેલવા અને ફોટોગ્રાફી કરવામાં મજા આવશે.
ચામુંડા દેવી મંદિર
ચામુંડા દેવી મંદિર પાલમપુરમાં જોવાલાયક સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંનુ એક છે. કાંગડામાં બનેર નદીના કિનારે સ્થિત, આ હિંદુઓ માટે સૌથી પવિત્ર મંદિરોમાંનુ એક છે. આ પાલમપુરથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ એક પ્રાચીન મંદિર છે જે લગભગ 16મી શતાબ્દીનું છે. ચામુંડા દેવી માં દુર્ગાનો અવતાર છે. આને ચામુંડા નંદિકેશ્વર ધામ તરીકે ઓળખવામાં આવે છે.
તાશી જોંગ મોનેસ્ટ્રી
tashi jong
આ એક બૌદ્ધ મઠ છે જે કાંગડા જિલ્લાથી લગભગ 15 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ પાલમપુરમાં જોવાલાયક સૌથી આકર્ષક સ્થાનોમાંનું એક છે. લીલાછમ પહાડો વિરુદ્ધ મઠ સન્માન અને વિનમ્રતાની ભાવના પેદા કરે છે. આ પાલમપુરનું એક લોકપ્રિય આકર્ષણ છે. આ મોનેસ્ટ્રી લાકડા, બુદ્ધની પ્રતિમા અને ચિત્રો પર નકશીકામની સાથે અલંકૃત છે. અહીં તમે શિલ્પ એમ્પોરિયમથી સુંદર તિબેટિયન હસ્તશિલ્પની ખરીદી કરી શકો છો.
જખની માતા મંદિર
કાંગડામાં આ મંદિરમાં જવું ઘણું જ ખાસ છે. આ મંદિર સુધી પહોંચવા માટે એક વિશેષ ટ્રેક પરથી પસાર થવું પડે છે. પરંતુ એકવાર તમે મંદિર પહોંચી જાઓ છો તો ઉપરથી પાલમપુરની સુંદરતા જોવાલાયક હોય છે. આ દ્રશ્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. મંદિર સવારે 5 થી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
શોભા સિંહ આર્ટ ગેલેરી
shobha singh art
આ ગેલેરી પ્રસિદ્ધ કલાકાર શોભા સિંહ દ્ધારા કળાના કેટલાક આકર્ષક અને મૂળ કાર્યોને દર્શાવે છે. ગેલેરીમાં સુંદર મૂર્તિઓ અને પેન્ટિંગ છે. અહીં અનેક કલાકૃતિઓ જોઇ શકો છો. બાજુમાં હસ્તકળાની દુકાનમાં પુસ્તકો, મગ વગેરે સ્મૃતિ ચિહ્ન પણ ખરીદ શકાય છે. ગેલેરી તેના કલાત્મક મૂલ્યોને કારણે લોકપ્રિય છે. સોમવાર સિવાય દરેક દિવસે સવારે 10થી સાંજે 5 સુધી ખુલ્લી રહે છે. ભારતીયો માટે 10 અને વિદેશીઓ માટે 100 રુપિયા એન્ટ્રી ફી છે.
બીર
પાલમપુરથી લગભગ 30 કિલોમીટરના અંતરે હિમાચલ પ્રદેશના જોગિંદર નગર ખીણના ઉત્તરી ભાગમાં એક સુરમ્ય ગામ છે. અહીં તમે કરામાતી ખીણની ઉપર ઉડવાના સપનાને પાંખો લગાવી શકો છો. એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પાલમપુર જાણીતું છે. અહીં ભારતની પેરાગ્લાઇડિંગ રાજધાની પણ કહેવાય છે. ઉપરથી હવામાં ધોળાધાર રેન્જના મનોરમ દ્રશ્યનો આનંદ લઇ શકાય છે.
પાલમપુરમાં ક્યાં સ્ટે કરી શકો છો
આમ તો અહીં રોકાવા માટે ઘણી જગ્યાઓ છે પરંતુ તેમાનું એક મુખ્ય સ્થળ છે” The Lodge At Wah ” જે ખાસ કરીને બૉલીવુડ સેલિબ્રિટીઝને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે.