રાવણ લંકાનો રાજા હતો, જે હાલમાં શ્રીલંકાના નામથી ઓળખવામાં આવે છે. આમ તો શ્રીલંકાની અંદર અનેક એવી જગ્યાઓ રહેલી છે કે જ્યાં રામાયણના સમયના અનેક પુરાવાઓ મળી આવે છે. એક રિસર્ચ એની અંદર એવું જાણવા મળ્યું છે કે શ્રીલંકાની અંદર અંદાજે ૫૦ કરતાં પણ વધુ એવી જગ્યાઓ છે કે જે રામાયણના સમયની સાબિતી આપે છે.
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ દરેક જગ્યાઓ રામાયણ કાળની સાથે સંબંધ ધરાવે છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે શ્રીલંકા ની અંદર આવેલા અમુક જંગલોમાં એક એવી ગુફા રહેલી છે કે જેને રાવણ ગુફાના નામથી ઓળખવામાં આવે છે. આ એ જ જગ્યા છે કે જ્યાં રાવણ વર્ષો સુધી બેઠા બેઠા તપસ્યા કરતો હતો અને તેણે પોતાની દરેક શક્તિઓને પ્રાપ્ત કરી હતી. આ ગુફા વિશે અન્ય બાબત એ પણ જાણવા મળી છે કે આજે પણ આ ગુફાની અંદર રાવણના શબને સાચવીને રાખવામાં આવ્યું છે.