video: દેશના ફક્ત આ મંદિરમાં થાય છે રાજા સ્વરુપે રામની પૂજા, અપાય છે સલામી

0
414
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાના ઓરછા ગામમાં રામલલ્લાની સરકાર છે. અહીં તેમની મરજી વગર પાંદડું પણ ખરી શકતું નથી. અહીં દુનિયાનું એકમાત્ર એવું મંદિર આવેલું છે જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામની પૂજા ભગવાન તરીકે નહીં પણ એક માનવ સ્વરૂપમાં રાજા તરીકે કરવામાં આવે છે. અહીં ભગવાન રામ મંદિરમાં નહીં પરંતુ મહેલમાં બિરાજમાન છે. અહીં શ્રીરામને 24 કલાક સરકારી પોલીસ જવાનો તરફથી સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. આ પરંપરા આજકાલની નહીં પરંતુ છેલ્લા 450 વર્ષથી ચાલી આવે છે.