સામાન્ય રીતે આપણે ક્યાંક ફરવા જઇએ છીએ ત્યારે કોઇ હોટલમાં રોકાઇએ છીએ. દુનિયાભરમાં સસ્તી-મોંઘી હોટલોની ભરમાર છે. અનેક બજેટ ફ્રેન્ડલી હોટલો છે જેમાં રોકાવાનો ખાસ ખર્ચ નથી થતો. અનેક મોંઘી અને આલીશાન હોટલો પણ છે જેનું એક દિવસનું ભાડું લાખોમાં હોય છે. આજે અમે આપને એવી હોટલ વિશે જણાવીશું જે પાણીની અંદર આવેલી છે. પાણીની વચ્ચે રહીને તમે સમુદ્રના સુંદર નજારાને માણી શકો છો. તો સમુદ્રી જીવને જોવાનો આનંદ પણ ઉઠાવી શકો છો.
પોજેડૉન રિસોર્ટ, ફિજી
દુનિયાભરમાં પોતાની સુંદરતા માટે જાણીતા ફિજી દેશમાં પણ અંડરવૉટર હોટલ બની છે. સમુદ્રની 40 ફૂટ નીચે બનેલી આ આલિશાન હોટલમાં 22 રૂમ, એક રેસ્ટોરન્ટ અને બાર પણ છે. આ સાથે જ અહીં લાયબ્રેરી, કોન્ફરન્સ રૂમ, બેન્ક્વેટ હોલ, સ્પા જેવી સુવિધાઓ પણ છે. આ હોટલના રૂમમાંથી તમે વિશાળ સમુદ્રી જીવન અને સુંદરતાનો આનંદ લઇ શકો છો. આ હોટલના રૂમમાંથી આપને બ્લૂ વ્હેલ્સ, બૉટલ નોજ ડૉલ્ફિન અને રંગ બેરંગી કાઉનફિશ જોવા મળી શકે છે.
ક્રિસેન્ટ હાઉડ્રોપૉલિસ, દુબઇ
ક્રિસેન્ટ હાઇડ્રોપૉલિસ દુબઇની સૌથી જાણીતી અંડરવોટર હોટલ છે. આ અંડરવૉટર હોટલની ઉંડાઇ 60 ફૂટ છે. આ સુંદર હોટલનું બિલ્ડિંગ ગ્લાનું બનેલું છે. જેનાથી બહાર સમુદ્રની સુંદરતા સરળતાથી જોઇ શકાય છે. આ આલીશાન હોટલ ઘણી મોંઘી છે. એટલા માટે મોટાભાગે સેલિબ્રિટિઝ અને રૉયલ ફેમિલિઝ અહીં રોકાય છે. આ હોટલમાં ડાઇનિંગ એરિયા, મીટિંગ હૉલ અને ઇનડોર ગેમિંગ એરિયા સહિત ઘણી બધી સુવિધા છે. આ હોટલમાં સમુદ્રમાં રહેલી માછલીઓ, કાચબા અને અન્ય જીવ સહેલાઇથી જોઇ શકાય છે.
માન્તા માંટા રિસોર્ટ, આફ્રીકા
આફ્રિકાનો માંતા રિસોર્ટ પણ સમુદ્રની અનેક ફૂટ અંદર બનેલો છે. આ આફ્રીકાનો પહેલો અંડરવૉટર રિસોર્ટ છે. પામ્બા આઇલેન્ડ પર બનેલી આ હોટલમાં ત્રણ માળ છે. આ સુંદર રિસોર્ટમાં અનેક નાના-મોટા રૂમ અને સુવિધાઓ છે. આ રિસોર્ટમાં રૂમમાં બેસીને સમુદ્રની તરતી રંગબેરંગી માછલીઓ અને સુંદર નજારા જોઇ શકાય છે.
ધ શિમાઓ, ચીન
ચીનની ધ શિમાઓ હોટલને ગુફા હોટલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હોટલ ચીનના સોંગજિયાંગમાં પહાડોની વચ્ચે બનેલી છે. આ હોટલમાં 19 માળ છે અને આ હોટલ પાણીની 100 મીટર અંદર બનેલી છે. ચીનની આ આલિશાન અંડરવૉટર હોટલમાં 380 રૂમ છે. આ હોટલ બ્રિટનની ડિઝાઇનિંગ ફર્મ એટકિન્સ દ્ધારા ડિઝાઇન કરવામાં આવી છે.
હુવાફેન ફુશી, માલદીવ
આ માલદિવની અંડરવૉટર હોટલ છે. પાણીની અંદર બનેલી આ હોટલ ઘણી જ સુંદર છે. અહીંથી સમુદ્રનો સુંદર નજારો માણી શકાય છે. આ હોટલની ખાસિયત એ છે કે તેને અદ્ભુત રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ હોટલમાં સ્પાથી લઇને ઇનડોર ગેમિંગ એરિયા સુધી દરેક પ્રકારની સુવિધા મોજુદ છે. અહીંથી સમુદ્રનો નજારો ઘણો સુંદર લાગે છે.