સ્માર્ટ ટ્રાવેલર બનવા માટે તમારા કામમાં આવશે આ Travel Apps

0
514
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા સ્માર્ટફોનમાં આ એપ્સ ડાઉનલોડ કરવાનું ન ભૂલતા. જાણો કેટલીક જરૂરી ટ્રાવેલ એપ્સ અંગે જે તમારી યાત્રાને વધુ સરળ બનાવી દેશે.

Hotel Tonight

જો તમે બહાર જઇ રહ્યા છો કે ફ્રેન્ડ્સની સાથે નાઇટ આઉટ પર કોઇ બીજા શહેરમાં છો, તો હોટલ ટુનાઇટ તમને ઓછી કિંમતે હોટલ્સ બુક કરવામાં મદદ કરે છે. 24×7 કસ્ટમર સપોર્ટની સાથે આ એવી એપ છે, જે તમારા માટે મોટો સપોર્ટ સાબિત થાય છે. તેમાં કસ્ટમ હોટલ ડિટેલ્સ પણ છે. આનાથી તમને ફક્ત 10 સેકન્ડ્સમાં હોટલ બુક કરવાની સુવિધા મળે છે.

પ્લેટફોર્મ :આઇઓએસ અને એન્ડ્રોઇડ

TripIt

ટ્રાવેલ પ્લાન કરવો અને ઓર્ગનાઇઝ કરવાનું ઓટોમેટિક પણ હોઇ શકે છે. પોતાની ટ્રાવેલ કન્ફર્મેશનને ટ્રિપિટ પર શેર કરો અને આ તમારી પ્લાન કરવામાં આવી રહેલી ટ્રિપ માટે એક વિસ્તૃત પ્રવાસની વિગતો તૈયાર કરી દેશે. આ એપ આપના શેડ્યુઅલ અનુસાર, એટ્રેક્શન્સ અને એક્ટિવિટીઝની પણ સલાહ આપે છે. ત્યાં સુધી કે વેધર અપડેટ્સ, લોકલ મેપ્સ અને ડાયરેક્શન્સ જેવી ચીજોની પણ સૂચના આપે છે. તમે તમારા ટ્રાવેલ પ્લાનને ગૂગલ કેલેન્ડર કે આઉટલુક પર પણ લિંક કરી શકો છો.

પ્લેટફોર્મ :આઇઓએસ, એન્ડ્રોઇડ

FoodSpotting

જો તમે પણ કોઇ નવા શહેરમાં કેટલીક બોરિંગ ડિશિઝ પર રૂપિયા ખર્ચવા નથી માંગતા તો પોતાની પાસે અગાઉથી જ ફૂડસ્પોટિંગ એપ ડાઉનલોડ કરી લો. અહીં રેસ્ટોરન્ટની એક વિઝ્યુઅલ ગાઇડ છે, જે અલ્ફાબેટ, કેટેગરી, રેન્ક અને નેબરહુડના હિસાબે ઓપ્શન્સ આપે છે. આ એપ તમને ડિસિઝ બુકમાર્ક કરવા અને તમારી મનપસંદ ડિશિઝને ટ્રેક કરવાની સુવિધા આપે છે. સાથે જ તમે ડિશિઝને વોટ પણ આપી શકે છે.

પ્લેટફોર્મ :આઇઓએસ, એન્ડ્રોઇડ, વિન્ડોઝ

XECurrency

જો તમે દેશની બહાર ટ્રાવેલ કરી રહ્યા છો તો XE કરન્સી એપ તમારા સ્માર્ટફોનમાં હોવી જરૂરી છે. આ એપ આખી દુનિયામાં રૂપિયાને કન્વર્ટ કરે છે. અને યૂઝરને ટ્રાન્ઝેક્શન પછી મળનારી સંભવિત રકમ અંગે જણાવે છે. જો કે, આના માટે તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોવું જોઇએ, આવામાં નવી સૂચનાઓની અપડેટ થવાની સાથે એપમાં એક્સચેન્જ રેટ્સમાં પણ ફેરફાર થતો રહે છે.

પ્લેટફોર્મ :આઇઓએસ, એન્ડ્રોઇડ, વિન્ડોઝ

MiFlight

જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો અને એરપોર્ટ સુધી સરળ સફર કરવા માંગો છો તો Miફ્લાઇટ એપને ટ્રાય કરો. તેમાં એક એવો ઇન્ટરફેસ છે, જે ક્રાઉડ-સોર્સ્ડ અપડેટ્સ આપે છે. Mi ફ્લાઇટ એપ એરપોર્ટ ટર્મિનલ મેપ્સ અને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇડટ રૂટ્સ પણ બતાવે છે.