વિમાનની યાત્રા દરમ્યાન આ 5 વાતો છુપાવે છે એર હોસ્ટેસ

0
928
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જહાજથી મુસાફરી કરવાનું સુવિધાભર્યું હોવાની સાથે જ તમારો સમય બચાવનારૂ પણ છે. વિમાનમાં યાત્રીઓની જરૂરીયાતો અને મુશ્કેલીઓનું ધ્યાન રાખવા માટે ફ્લાઇટ એટેન્ડન્સ પણ હોય છે. આ સેવા બસ કે ટ્રેન સફરમાં નથી મળતી.

આમ તો હવાઇ મુસાફરી સાથે જોડાયેલી દરેક જાણકારી તમને એરલાઇન્સ કંપનીની વેબસાઇટ પર કે પછી ફ્લાઇટ એટેન્ડન્સ પાસેથી મળી જાય છે. પરંતુ કેટલીક વાતો એવી છે, જે તમારાથી છુપાવે છે.

ફ્લાઇટમાં થઇ જાય કોઇનું મોત

સફર દરમ્યાન જો કોઇ મુસાફરની તબિયત બગડી જાય છે તો ફ્લાઇટ એટેન્ડન્ટ તેનો પ્રાથમિક ઉપચાર કરે છે. જરૂરીયાત પડે કોઇ જાણકારનો સંપર્ક કરવામાં આવે છે અને તેમના કહેવા અનુસાર દર્દીને દવાઓ આપવામાં આવે છે. ઘણી વિકટ પરિસ્થિતિમાં પણ પ્લેનને અધવચ્ચે લેન્ડ કરવામાં આવે છે. જો આ સમયગાળા દરમ્યાન કોઇનું મોત થઇ જાય છે તો અન્ય મુસાફરોને આની સૂચના આપવામાં નથી આવતી, ન તો તેના મૃતદેહને ત્યાંથી હટાવવામાં આવે છે. ડેડ બોડીને ફક્ત એક ચાદરથી ઢાંકી દેવામાં આવે છે.

તમારા સામાનની સાથે લાશ

ફ્લાઇટનાં કાર્ગોમાં ફક્ત મુસાફરોનો સામાન જ નહીં પરંતુ બીજી અનેક ચીજો પણ ટ્રાન્સપોર્ટ થતી હોય છે. શક્ય છે કે જે જગ્યાએ તમારો લગેજ હોય, બાજુમાં લાશ પણ મુકેલી હોય અને તમને ખબર પણ ન હોય. ડેડ બોડીને HR થી અંકિત કરવામાં આવે છે. જેનો અર્થ હોય છે હ્યુમન રિમેન્સ.

ગંદકી

એક પ્લેન દિવસમાં અનેક ઉડ્ડયન ભરે છે. જ્યારે પણ યાત્રા પૂરી થાય, તેની સફાઇ થઇ જાય છે. પરંતુ જરૂરી નથી કે બધા ટેબલને ડિસઇન્ફેક્ટ કરવામાં આવ્યા હોય. ઘણીવાર એક જ કપડાથી આખા દિવસ દરમ્યાન બધા ટેબલ સાફ કરવામાં આવે છે. જો કોઇ બાળકે ગંદા ડાયપર પણ તે ટેબલ પર રાખ્યા હોય તો તેને પણ કપડાથી સાફ કરવામાં આવશે જેનાથી બાકીનાને સાફ કરવામાં આવ્યા હોય.

ચાદર અને ટ્રે ફ્રેશ નથી હોતા

ભલે એક પ્લેને દિવસભરમાં અનેક ઉડ્યન ભર્યા હોય, પરંતુ જરૂરી નથી કે દરેક વખતે ફ્રેશ ચાદર અને ખાવાનું સર્ચ કરનારી ટ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જ્યારે પણ એક યાત્રા સમાપ્ત થાય કે પ્લેનને બીજી યાત્રા માટે તૈયાર કરવામાં આવે છે તો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલી ચાદરને જ વાપરવામાં આવે છે. આવી જ હાલત ટ્રેની હોય છે. સારૂ એ રહેશે કે તમે તમારી સાથે સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

ડિમ લાઇટ

જો રાતના સમયે પ્લેનને લેન્ડ કરવામાં આવે તો અંદરની લાઇટ ડિમ (ઓછી) કરી દેવામાં આવે છે. આવુ એટલા માટે કારણ કે અંધારામાં નીકળે તો પણ યાત્રીઓને જોવામાં મુશ્કેલી ન પડે. કારણ કે જો પ્લેનમાં તેજ પ્રકાશ રહેશે અને રાતે પ્લેનને ડીબોર્ડ કરવામાં આવે તો મુસાફરોને કેટલાક સમય સુધી જોવામાં મુશ્કેલી પડી શકે છે.