પહેલીવાર કેમ્પિંગ ટ્રિપ પર જઇ રહ્યા છો? તો શું લઇ જવું જોઇએ, આ અંગે જરૂર જાણવું જોઇએ. એમાં શંકાને કોઇ સ્થાન નથી કે આવી ટ્રિપ પર કપડા અને ફુટવેર્સની એટલી જરૂર નથી પડતી જેટલી બાકી ચીજોની. બીજું એ કે નોર્મલી વેકેશન પર જો તમે કંઇક લઇ જવાનું ભુલી ગયા છો તો તેને ખરીદવાનો પણ ઓપ્શન હોય છે તમારી પાસે, પરંતુ કેમ્પિંગમાં આની શક્યતા ઓછી છે. આજે અમે જાણીશું કેમ્પિંગ માટે જરૂરી ચીજો અંગે.
ટોર્ચ (નાઇટ લાઇટ)
જંગલ કે પર્વતો પર કેમ્પિંગ દરમ્યાન લાઇટની વધારે જરૂર પડે છે. અંધારામાં આવવા-જવાની સાથે જ ખતરનાક જાનવરોથી બચવા માટે ટોર્ચને હંમેશા પોતાના ટ્રાવેલ બેગમાં કેરી કરો.
મજબૂત ટેન્ટ
ટેન્ટ વગર કેમ્પિંગ અધુરૂ છે. પર્વતો પર મોસમ સતત બદલાતું રહે છે. ક્યારેક તડકો, ક્યારેક વરસાદ તો ક્યારેક હિમવર્ષા. તો આવા સમયમાં જો તમારો ટેન્ટ મજબૂત નહીં હોય તો ઘણી મુશ્કેલી પડી છે. આ ઉપરાંત, આ તમને જાનવરો અને મચ્છરોથી બચાવવાનું કામ પણ કરે છે.
સ્લીપિંગ બેગ
હવામાનને જોતાં પોતાની સાથે સ્લીપિંગ બેગ કેરી કરો. આને ખરીદતાં પહેલા થોડુ-ઘણું રિસર્ચ કરી લો. બેગ એવી હોવી જોઇએ કે તે દરેક મોસમને સહન કરી શકે તેવી હોવી જોઇએ. ઉપરાંત, તે કમ્ફર્ટેબલ પણ હોવી જોઇએ. આ ઉપરાંત, જેટલી લાઇટ હશે, કેરી કરવાનું એટલું જ સરળ રહેશે.
ખાણી-પીણી
ટ્રેકિંગ અને કેમ્પિંગ દરમ્યાન બહાર જમવાથી બચો. આની જગ્યાએ તમે તાજા ફળો અને શાકભાજી ખરીદી લો જે જલદી ખરાબ ન થાય. બહારનું ખાવાનું તમને બીમાર કરી શકે છે જે ટ્રાવેલિંગ દરમ્યાન યોગ્ય નથી.
સ્લીપર્સ
ટ્રેકિંગ હંમેશા શૂઝ પહેરીને કરવું જોઇએ પરંતુ કેમ્પિંગ દરમ્યાન પોતાની પાસે કમ્ફર્ટેબલ સ્લીપર્સ રાખો. આને લઇ જવાનું પણ સરળ હોય છે સાથે જ આસપાસ ફરવા માટે વારંવાર જુતા પણ બદલવા નથી પડતા.
મચ્છરોથી બચવા માટે ક્રિમ
આ પણ ટેન્ટ અને લાઇટ જેટલી જરૂરી ચીજ છે. જંગલમાં રાતે મચ્છરોથી બચવા માટે પોતાની પાસે એક એવી ક્રિમ જરૂર રાખો જેનાથી મચ્છરો તેનાથી દૂર રહે.
ચાકૂ
કેમ્પિંગ દરમ્યાન ટેન્ટ લગાવવા, ખાવાનું બનાવવા અને આવા જ બીજા કામો માટે ચાકૂની જરૂર પડે છે. તો સારૂ એ રહેશે કે સારી ક્વોલિટીનું એક ચાકૂ પણ સાથે રાખો. પોકેટ નાઇફ (નાનકડું ચાકુ) આવા સંજોગોમાં બેસ્ટ વિકલ્પ છે.
સનસ્ક્રીન
પહાડો પર જો હવામાન ચોખ્ખું હોય તો આકરો તાપ લાગતો હોય છે જેની અસર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. તો તડકાથી બચવા માટે પોતાની સાથે સનસ્ક્રીન લઇ જવાનું ન ભૂલતાં.
પાણી
કેમ્પિંગ માટે જઇ રહ્યા છો તો પોતાની સાથે એકસ્ટ્રા પાણીની બોટલ લઇ જવાનું ન ભૂલતા કારણ કે આની જરૂરિયાત સૌથી વધુ રહેતી હોય છે.
કેરી બેગ
કેમ્પિંગમાં આસપાસની જગ્યાને ચોખ્ખી રાખવા માટે પોતાની સાથે એકસ્ટ્રા કેરી બેગ જરૂર રાખો. જેમાં કચરો વગેરે રાખી શકાય અને પછીથી તેને ડિસ્પોઝ કરી શકાય.