આ પુસ્તકો દ્ધારા પણ કરી શકો છો ભારતની અનોખી યાત્રા

0
380
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હરવા-ફરવાના શોખની સાથે જરૂરી છે તમે જે જગ્યાએ રહેતા હોવ તે જગ્યા અંગે જાણો. ભારતમાં ફરવાની સાથે જ જાણવા માટે એટલી બધી ચીજો છે કે દરેક રીતે તમારા નોલેજ અને ઉત્સુકતાને વધારે છે. આ જ ફિલિંગને કેટલાક લેખકોએ પુસ્તકોમાં ઉતારી છે. તો આવો જાણીએ આ પુસ્તકો અંગે.

મેક્સિમમ સિટીઃ બોમ્બે લોસ્ટ એન્ડ ફાઉન્ડ
લેખક- સુકેતુ મહેતા

વર્ષ 2005ના પુલિત્ઝર પુરસ્કારના ફાઇનલિસ્ટમાં જગ્યા બનાવનારી સુકેતુ મહેતાની નોવેલ મેક્સિમમ સિટી દ્ધારા તેમણે શરૂઆતી તબક્કાથી લઇને આધુનિક મુંબઇના પોતાના અનુભવો શેર કર્યા છે. જેમાં તમને સામાજિક, રાજકીય અને મુંબઇની બધી ખાસ ચીજો અંગે જાણવા અને વાંચવા મળશે. વર્ષ 2004માં આને બુક ઓફ ધ યરનો પુરસ્કાર મળી ચૂક્યો છે.

ઇટ, પ્રે, લવ, લેખક- એલિઝાબેથ

પત્રકાર અને નોવેલ રાઇટર એલિઝાબેથ ગિલબર્ટે પોતાની ભારત યાત્રાને ઘણી જ સુંદરતાથી રજૂ કરી છે. તેમાં એક મહિલા શાંતિ અને આઝાદીની શોધમાં દુનિયાના અલગ અલગ દેશોમાં ફરે છે. એવું કહેવાય છે કે આ પુસ્તકને વાંચ્યા પછી ભારત તમારા ટ્રાવેલ ડેસ્ટિનેશન્સમાં ટોપ લિસ્ટ પર હશે તેની ગેરંટી છે.

ઇન્ડિયા, લેખક- સ્ટીવ મેકરી

અમેરિકન ફોટો જર્નાલિસ્ટે ઇન્ડિયા નામથી પોતાની એક ફોટો બુક રિલીઝ કરી હતી. જેમાં તેમણે પોતાના 30 વર્ષના રખડપટ્ટીના ફોટોઝ ઘણાં જ સુંદર રીતે રજૂ કર્યા છે. ઇન્ડિયાના અલગ અલગ કલ્ચર, અહીંના લોકો અંગે જાણવાનું એક સુંદર માધ્યમ છે.

શાંતારામ, લેખક- ગ્રેગોરી ડેવિડ રોબર્ટ્સ

એક ઓસ્ટ્રેલિયાના એક કેદીની સ્ટોરી છે જે જેલથી ભાગીને ઇન્ડિયા આવે છે અને લગભગ 10 વર્ષો સુધી અહીં રહે છે. આ કહાનીને લઇને ફિલ્મ પણ બનવાની હતી પરંતુ કોઇ કારણસર ન બની શકી. પુસ્તક દ્ધારા હરવા-ફરવાની સાથે જ ઘણું શિખવા મળશે.