Travel Time: લાલ, ગુલાબી, લીલા પણ હોય છે બીચ, એકવાર કરો મુલાકાત

0
477
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગરમીની સીઝનમાં લોકો ઠંડી જગ્યાએ જવાનો પ્લાન બનાવે છે. સમર વેકેશનની મજા લેવા લોકો સમુદ્રના કિનારે, બીચ અને હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો આવામાં તમને રંગબેરંગી સમુદ્ર કિનારો જોવો હોય તો મજા પડી જાય. આજે અમે સમુદ્રના આવાજ કેટલાક લાલ, લીલા, ગુલાબી, કાળા અને જાંબુડી રંગના કિનારા અંગે જણાવી રહ્યા છીએ. જે તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે.

1. બરમુડા, હાર્સ શૂ બે બીચ

વાદળી અને ગુલાબી રંગના આ સમુદ્ર કિનારાને જોઇને તમે પણ હેરાન થઇ જશો. હકીકતમાં કોષકીય પ્રોટોજોવા અને નાના કાંટેદાર સી અર્ચિન્સના મિશ્રણના કારણે આ દરિયાનો રંગ ગુલાબી થઇ ગયો છે. આ સમુદ્ર કિનારે તમે માછલીયોને પણ ઘણાં રંગ-બેરંગી પ્રજાતિઓ જોઇ શકે છે.

2. માઉ, કિપહુલુ હાના બે

માઉ, કિપહુલુ હાના બે બીચ, લાલ રંગની માટી, વાદળી પાણી અને હરિયાળીનો અદભુત સંગમ છે. આયરનથી ભરપૂર હોવાના કારણે આ બીચની માટી લાલ રંગની થઇ ગઇ છે. ગરમીઓની રજામાં ફરવા માટે આ સૌથી સારો ઓપ્શન છે.

3. હવાઇ, પાપાકોલે સમુદ્રી કિનારો

પોતાની સુંદરતા માટે જાણીતા હવાઇ ટાપૂ પર ફરવા માટે દર વર્ષે ઘણાં ટૂરિસ્ટ આવે છે. અહીં પાપાકોલે સમુદ્રી કિનારો પોતાની સુંદરતા માટે જાણીતો છે. અહીં ઠંડા પાણી અને હવામાં તમારી આકરી ગરમી પણ મજેદાર બની જશે. અહીં ફેલાયેલી હરિયાળીના કારણે તેને ગ્રીન સેન્ડ બીચ પણ કહેવામાં આવે છે.

4.કેલિફોર્નિયા, પિફીફેર બીચ

વાદળી અને લાલ રંગના બીચ તો તમે ઘણાં જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય રિંગણ કલરના બીચને જોયો છે. તમે જોશો તો દંગ રહી જશો. આની સુંદરતા જોઇને તમારૂ મન અહીંથી પાછા જવાનું નહીં કરે.

5. માલ્ટા દ્વીપ, રામલા ખાડી

આ સુંદર દ્વીપ જ્વાળામુખીથી નીકળી લાવા અને આસપાસના ગોલ્ડન લાઇમ સ્ટોનના કારણે બન્યો છે. આ ઓરેન્જ રંગના બીચ પર વર્જિન મેરીની સફેદ રંગની મૂર્તિ અહીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ગરમીઓની સીઝનમાં અહીં ઘણાં ટૂરિસ્ટ આવે છે.

6.હવાઇ, પુનાલૂ બીચ

તમે લીલા, લાલ, ગુલાબી રંગના બીચ તો જોયા હશે પરંતુ હવાઇના આ બીચ પર તમે કાળા રંગની માટી જોઇ શકો છો. હવાઇ શહેરમાં અલગ-અલગ રંગના બીચ હોવાના કારણે રહસ્ય પ્રશાંત મહાસાગર અને જ્વાળામુખી છે.