સાસણગીરમાં આમ તો અનેક રિસોર્ટ્સ છે. પરંતુ સાસણગીર જંગલ સફારીથી 40 કિલોમીટર દૂર જામવાલામાં જમજીર વોટરફોલની સામે આવેલું છે જમજીર રિટ્રીટ. આ એક ફેમિલી હોમ સ્ટે છે. અહીંથી દિવ, સાસણગીર અને સોમનાથનું એક સરખુ એટલે કે 40 કિમીનું અંતર છે. આ હોમ સ્ટેનું લોકેશન અદ્દભુત છે. જમજીર રિટ્રીટના ગેટની સામે જ વોટરફોલ છે. જમજીર વોટરફોલના નામે જ આ હોમ સ્ટેનું નામ જમજીર રિટ્રીટ રાખવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં લાંબી લોબી સાથે ચાર રૂમ અને ડાઇનિંગ રૂમ છે જ્યારે બે ટેરેસ રૂમ્સ છે.
આ હોમ સ્ટેમાં કુલ 6 રૂમ્સ છે. તેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ મોજુદ છે. જેમાં વેલફર્નિશ્ડ એ.સી.રૂમ્સ, ટીવી, એટેચ્ડ બાથરૂમ્સ સાથે હોટ અને કોલ્ડ વોટર, વાઇફાઇ, કેમ્પફાયર, ડોક્ટર ઓન કોલ, કોર્પોરેટ કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ છે.
આ છે પેકેજ
અત્યારે જમજીર રિટ્રિટમાં એક રાત્રીના રૂ.2500ના (પ્રતિવ્યક્તિ) પેકેજમાં બ્રેકફાસ્ટ,લંચ,ડિનર, સીદીઓનો ડાન્સ અને જંગલ ડ્રાઇવનો સમાવેશ થાય છે. આ કિંમત 31 ઓક્ટોબર 2018 સુધી જ માન્ય છે. સીદી ડાન્સ અને જંગલ ડ્રાઇવ ન કરવી હોય તો કિંમત ઘટી શકે છે.
જમજીર રિટ્રિટ વિશે વધુ માહિતી જાણવા નીચેની લિંક પર ક્લિક કરો
સાસણગીરમાં જમજીર વોટરફોલની નજીક આ છે શાનદાર હોમ સ્ટે
રિસોર્ટમાં બુકિંગ માટે http://www.jamjirretreat.com/ પર અથવા મોબાઇલ નંબર 8849334860 પર સંપર્ક કરો.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.