ભારતની અગ્રગણ્ય રેસ્ટોરાં ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ કંપની યલો ટાઇ હોસ્પિટાલિટીએ નવી બ્રાન્ડ ધડૂમ (Dhadoom) – ફ્રાઇસ, ફ્લેવર્સ, ફન શરૂ કરી છે. ધડૂમના સહમાલિક સેલિબ્રિટી શેફ હરપાલ સિંહ સોખી છે. બ્રાઇટ કલર્સ અને સુપર હીરોથી પ્રભાવિત કોમિક થીમ ઉપર બનાવવામાં આવેલી આ કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં તમને પોટેટો ફ્રાઇસની 22થી વધુ વેરાયટી મળશે. ધડૂમની ગુજરાતમાં કુલ 6 રેસ્ટોરન્ટ છે જ્યારે અમદાવાદમાં લો ગાર્ડન વિસ્તારમાં ધડૂમની ત્રીજી રેસ્ટોરાં ખુલી છે.
લો ગાર્ડન વિસ્તારમાં સમર્થેશ્વર મહાદેવ મંદિરની પાછળની બાજુ અને નેશનલ હેન્ડલુમની બાજુમાં ધડૂમની ત્રીજી બ્રાન્ચ ખુલી છે. અમદાવાદમાં વસ્ત્રાપુર અને નિકોલમાં એમ બે સ્થળે પહેલેથી જ ધડૂમ ખુલી ચુકી છે. હવે લો ગાર્ડનમાં તમને આ રેસ્ટોરન્ટમાં અનેક નવી વેરાયટી જોવા મળશે. અહીં પાઉટિન્સ, જૈન બનાના ફ્રાઇટર્સ, બર્ગર્સ, નાસોસ, ઇટાલિયન, ચાઇનીઝની અનેક વેરાયટીઝ મળશે.
ધડૂમ એટલે મોટો અવાજ. રેસ્ટોરન્ટના માલિકોનો દાવો છે કે તે તમારા મોંમાં સ્વાદના ધડાકા કરશે. આ ધડૂમની મુખ્ય ડિશ એ કેનેડાનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાઉટિન છે. પાઉટિન એ મોંમાં પાણી લાવી દેતી હાથે બનાવેલી ફ્રાઇસ છે કે જેને વિવિધ સ્વાદોમાં બનાવવામાં આવે છે. અહીં મળતી તમામ વાનગીઓ શેફ હરપાલ દ્વારા ભારતીય સ્વાદનો ઓપ આપીને તૈયાર કરવામાં આવી છે. અહીંનાં મેનુમાં અનેક રસપ્રદ વાનગીઓ છે જેમ કે પનીર મખની ફ્રાઇસ, સોમકીન બાર્બિક ફ્રાઇસ, ચૌપાટી ચટપટા ફ્રાઇસ ઉપરાંત નાનકડી ટ્રકમાં સર્વ કરવામાં આવતી ફ્રાઇસ ઓકે પ્લિઝ નામની ફ્રાઇસ.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.