વેકેશનમાં નજીકના સ્થળે ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ચાલો ફરવા આજે તમારી સમક્ષ એક એવી ઓફર્સ લઇને આવ્યું છે જે તમારા બજેટને અનુકૂળ આવશે, સાથે જ તમે બોલી ઉઠશો વાહ ક્યા બાત હૈ….
રજાઓનો સમય એટલે ભણતર અને નોકરીની ચિંતાઓને બાજુએ રાખીને મનને હળવું કરવાના દિવસો. સપ્તાહમાં એક દિવસ કોઇક એવા સ્થળે એડવેન્ચર ટૂર કરવી જોઇએ જેનાથી તમારો અઠવાડિયાનો થાક ઉતરી જાય અને તમે બિલકુલ ફ્રેશ થઇને ઉત્સાહપૂર્વક કામે લાગી શકો. ઓક્ટોબર અને નવેમ્બર મહિનો એટલે રજાઓનો મહિનો. આ રજાઓમાં તમે ઓછા બજેટમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે બાકોર બેસ્ટ જગ્યા છે.
ક્યાં છે બાકોર
અમદાવાદથી 150 કિલોમીટર દૂર બાકોર ફરવા માટે બેસ્ટ જગ્યા છે. બાકોર મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલું છે. અહીં તમને જંગલમાં વોટરફોલ, ઝરણાં, પક્ષીઓ જોવા મળશે. અહીં કાલેશ્વરીના મંદિરો ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
કેવી રીતે જવાય
અમદાવાદથી તલોદ,ધનસુરા, માલપુર થઇને બાબલિયા ચોકડી અથવા વડોદરાથી હાલોલ વાયા ગોધરાથી બાબલિયા ચોકડી થઇને પણ બાકોર જઇ શકાય છે.
એડવેન્ચર ટૂર પેકેજ
બાકોરના ફાર્મ હાઉસમાં ટેન્ટમાં રોકાણ સાથે હરવા, ફરવા, ખાવા-પીવા સહિતની તમામ સુવિધા મળશે.
વન ડે પિકનીક (એક દિવસ)
800 રૂપિયા(પ્રતિ વ્યક્તિ)
બ્રેકફાસ્ટ, લંચ, સાંજે ચા-કોફી સાથે નાસ્તો અને ડીનર
પોતાના વાહનથી બાકોર પહોંચવાનું રહેશે
5 વર્ષથી નીચેનું બાળક ફ્રી, 6-10 વર્ષ સુધીના બાળકના 50 ટકા
1 રાત / 2 દિવસનું પેકેજ
રૂ.1500 (પ્રતિ વ્યક્તિ)
બ્રેકફાસ્ટ, લંચ, સાંજે ચા-કોફી સાથે નાસ્તો અને ડીનર
5 વર્ષથી નીચેનું બાળક ફ્રી, 6-10 વર્ષ સુધીના બાળકના 50 ટકા
2 રાત / 3 દિવસનું પેકેજ
રૂ.3000 પ્રતિ વ્યક્તિ
બ્રેકફાસ્ટ, લંચ, સાંજે ચા-કોફી સાથે નાસ્તો અને ડીનર
5 વર્ષથી નીચેનું બાળક ફ્રી, 6-10 વર્ષ સુધીના બાળકના 50 ટકા
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.
આ પ્રવૃતિઓ કરાવવામાં આવશે
જંગલ ટ્રેક
બેડમિંટન
વોલીબોલ
તીરંદાજી (Archery)
રાઇફલ શૂટિંગ
ચેસ, કેરમ
હિસ્ટોરિકલ જગ્યાની મુલાકાત
સ્વિમિંગ પુલ
બર્મા બ્રિજ, વોટરફોલ