ફરવા માટે હિમાચલમાં ધર્મશાલા એક સુંદર જગ્યા છે. ધર્મશાલા બૌદ્ધ આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામાનું નિવાસસ્થાન છે. દેવભૂમિ ધર્મશાલામાં આમ તો રહેવા માટે અનેક હોટલો છો પરંતુ હજુ ગયા વર્ષે જ નવી ખુલેલી ડી પોલો ક્લબ એન્ડ સ્પા રિસોર્ટ (D’Polo Club and Spa Resort) એક સુંદર જગ્યા છે. આ રિસોર્ટ એક 4 સ્ટાર કેટેગરીનો પ્રીમિયમ રિસોર્ટ છે.
ક્યાં છે D’Polo Club and Spa Resort
આ રિસોર્ટ એરપોર્ટથી 10 કિલોમીટર દૂર છે. રિસોર્ટમાંથી તમને કાંગરા વેલીના અદભૂત નજારો જોવા મળે છે. ડી પોલો રિસોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ 3 કિમી, એચ.એચ.કર્મપ્પા ઇન્સ્ટીટ્યૂટ 3 કિમી, અગાંજર મહાદેવ અને ઇન્દ્રુનાગ ટેમ્પલ 5 કિમી, ધર્મશાલા ટી ગાર્ડન 5 કિમી, વોર મેમોરિયલ 3 કિમી, ચિન્મય તપોવન આશ્રમ 6 કિમી દૂર છે. દલાઇ લામાનો આશ્રમ 8 કિમી, ભગ્સુ નાગ વોટર ફોલ 12 કિમી, દાલ લેક 9 કિમી, સેન્ટ જોન્સ ચર્ચ 8 કિમી, તિબેટ મ્યૂઝિયમ મેકલોડગંજ 8 કિમી દૂર છે. જ્યારે ગોપાલપુર ઝૂ 25 કિમી દૂર છે.
કેવી છે સુવિધા
હોટલમાં કુલ 63 રૂમ્સ અને 3 પ્રેસિડેન્સિયલ શ્યૂટ્સ છે જેમાં વાઇફાઇ, બાલ્કની, એલઇડી ટીવી (ડિશ સાથે) ઉપલબ્ધ છે. હોટલમાં તમામ આધુનિક સુવિધાઓ છે. અહીંનું ગનપાવડર રેસ્ટોરન્ટ એક મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ છે જેમાં ભારતીય, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ ભોજન પીરસવામાં આવે છે.
D’Polo Club & Spa Resort તમને સુંદર રહેવાનું વાતાવરણ પુરુ પાડે છે. બેડરૂમમાં પૂરતો સુર્યપ્રકાશ, હવાઉજાસ જોવા મળે છે. રિસોર્ટનું પોતાનું બાર છે. ટેરેસ પર સ્નેક બાર.
Soul Chakra Spa – અહીં તમને સ્પાની બેસ્ટ સુવિધા મળે છે.
Memories – મલ્ટી બેન્કવેટ હોલ/ઇવેન્ટ હોલ જેમાં 700 લોકોને સમાવવાની વ્યવસ્થા છે.
90 લોકોને સમાવી શકે તેવો કોન્ફરન્સ હોલ
સ્વિમિંગ પુલ જેનો ઉનાળા દરમ્યાન ભરપુર ઉપયોગ થઇ શકે છે.
પાર્કિંગ માટે પૂરતી જગ્યા
ગિફ્ટ-નોવેલ્ટી શોપ
રૂમમાં સુવિધા
સેટેલાઇટ એલઇડી ટીવી
ટી/કોફી મેકર
ઇલેક્ટ્રિક તિજોરી
કોમ્પ્લિમેન્ટરી મિનરલ વોટર
બાલ્કની
લોન્જ-સોફા
વાઇફાઇ પબ્લિક એક્સેસ
એસી-હિટર
24 કલાક રૂમ સર્વિસ
24 કલાક ગરમ-ઠંડુ પાણી
ટોયલેટરીઝ
ટ્રાવેલ ડેસ્ક
ભાડુંઃ
સીઝન અને ઓફ સીઝન દરમ્યાન અલગ અલગ રૂમ કેટેગરી પ્રમાણે ભાડું 4000થી 8000ની આસપાસ રહેતું હોય છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.