કેરળના જંગલમાં છે આ લક્ઝુરિયસ રિસોર્ટ, આવી જગ્યા તમે જોઇ નહીં હોય

0
704
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કેરળ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અમે આજે આપને એક એવી જગ્યા બતાવીશું જે કંઇક હટકે જગ્યા છે. મોટાભાગે ગુજરાતીઓ કેરળ ફરવા જાય ત્યારે મુન્નાર, ઠેકડી, કોવાલમ જવાનું પસંદ કરે છે. પરંતુ તેના પશ્ચિમ ઘાટ બાજુ મોટાભાગે ઓછા લોકો જાય છે. પરંતુ પશ્ચિમી ઘાટ તરફ વાયનાડ જિલ્લામાં અનેક સારી જગ્યા જોવા લાયક છે. અહીં ગાઢ જંગલમાં વાયથિરી રિસોર્ટ આવેલો છે, જે એક લક્ઝુરિયસ રિસોર્ટ છે.

Vythiri resort (વાયથિરી રિસોર્ટ)

વાયથિરી રિસોર્ટ વાયથિરી ગામથી 3.5 કિલોમીટર અંદર આવેલો છે. આ રિસોર્ટ જંગલની અંદર છે જે એક અદભૂત જગ્યા છે. ગાઢ વૃક્ષોથી ઘેરાયેલા આ રિસોર્ટમાં તમને એક અનોખો અનુભવ થાય છે. કેરળના જંગલો આમેય જોવાલાયક અને મનને શાંતિ આપનારા છે. આ રિસોર્ટમાં તમારો તમામ થાક ઉતરી જશે. આ જંગલ ઉષ્ણકટિબંધીય છે. વર્ષમાં બે ચોમાસા આવે છે. આ જંગલમાં તમને જાતના વૃક્ષો, પંખીઓ, ઝરણાં, ધોધ તમને જોવા મળશે. રિસોર્ટમાં ઇંટ(બ્રિક) રંગના કોટેજ બનાવાયા છે. આ રિસોર્ટમાં તમને અન્ય ચીલાચાલુ રિસોર્ટ કરતાં કંઇક અલગ અનુભવ થાય છે. રિસોર્ટમાં રહેવા દરમ્યાન પંખીઓના કલરવ વચ્ચે ખરેખર જંગલમાં રહેતા હોય તેવી લાગણી થાય છે. અહીં ટ્રી હાઉસ, જાકુઝી, પ્રાઇવેટ સ્વિમિંગ પુલ સહિત અનેક સુવિધાઓ છે. અહીં રોપ બ્રિજ (દોરડાનો પુલ) તમને લક્ષ્મણ ઝુલાની યાદ અપાવશે. હનીમૂન માટે આ જગ્યા પરફેક્ટ છે.

ક્યાંછે વાયથિરી રિસોર્ટ

કેરળના વાયનાડ જિલ્લામાં આવેલો છે આ રિસોર્ટ
કાલીકટ એરપોર્ટથી 85 કિમી દૂર
કલપેટ્ટાથી bus stationથી 18 કિમી
વાયથિરી વિલેજ 3.5 કિમી
કોઝીકોડ રેલવે સ્ટેશનથી 65 કિમી દૂર
મૈસૂરથી 140 કિમી
ઉટીથી 130 કિમી

વાયથિરી રિસોર્ટમાં સુવિધા

સ્પા
કોન્ફરન્સ હોલ
આયુર્વેદ સેન્ટર
મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ
કોફી શોપ
હેલ્થ ક્લબ
ટ્રાવેલ આસિસ્ટન્ટ
સ્વિમિંગ પુલ
ગેમિંગ ઝોન
ટીવી સલૂન
કિડ્સ પાર્ક
નેચરલ પુલ
સેફ ડિપોઝિટ લોકર્સ

એકોમોડેશન

વાયથિરી હેવન
પૂલ વિલા
રોમાન્ટિક પૂલ વિલા
રોમાન્ટિક વિલા
ટ્રી હાઉસ

વાયનાડમાં જોવાલાયક સ્થળો

પૂકોત લેક
સુજીપારા વોટરલેક
કુરુવા આઇલેન્ડ (રિસોર્ટથી 60 કિમી)
ચેમ્બા પીક
થીરૂનેલ્લી ટેમ્પલ
વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરિઝ
ચેઇન ટ્રી
થોલપેટ્ટી
મુથંગા
બાણાસુરા સાગર ડેમ
પક્ષીપથલમ

વાયનાડમાં હવામાન

સીઝન Minimum Maximum
શિયાળો ( Oct. to jan. ) 08ºC 25ºC
ઉનાળો ( Feb. to June ) 15ºC 29ºC
ચોમાસું ( July to Sep.) 11ºC 21ºC

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.