મોટાભાગના ગુજરાતીઓ ગોવા ફરવા જાય ત્યારે નોર્થ ગોવામાં કલન્ગુટ, કેન્ડોલિમ કે બાગા બીચ નજીક રોકાવાનું પસંદ કરતા હોય છે. નોર્થ ગોવામાં હવે આ તમામ દરિયાકિનારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. તેથી જો તમારે ગોવામાં શાંતિનો અનુભવ કરવો હોય તો તમારા માટે સાઉથ ગોવા બેસ્ટ છે. સાઉથ ગોવામાં મોટાભાગે લક્ઝુરિયસ હોટલ્સ અને રિસોર્ટ્સ છે. જેમાંથી એક છે સેન્ડલવુડ હોટલ અને રિટ્રિટ (Sandalwood Hotel & Retreat)
ક્યાં છે Sandalwood Hotel & Retreat
ગોવા એરપોર્ટથી (ડેમ્બોલિમ) આ હોટલ 26 કિમી, પણજીથી 6.3 કિમી જ્યારે બાગા બીચથી 25 કિમી દૂર છે. સેન્ડલવુડ હોટલ સિંઘમનું જ્યાં શૂટિંગ થયું હતું તે ડોના પોલા નજીક વેંગુઇન (Vainguinim Beach)પર આવેલી છે. વેકેશન એન્જોય કરવા માટે આ જગ્યા બેસ્ટ છે. બેમ્બોલિમ બીચ અહીંથી 10 મિનિટના અંતરે છે. 12 મિનિટમાં પણજી શોપિંગ સેન્ટર પહોંચી શકાય છે.
હોટલમાં કેવી છે સુવિધા
સ્પા, સ્વિમિંગ પુલ, જીમ
નજીકમાં વોટરસ્પોર્ટસની સુવિધા
મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ
અપર કોસ્ટ કાફે, બાર-લોન્જ
વાઇ-ફાઇ, રૂમમાં ટી-કોફી મેકર
આગમન પર કોમ્પ્લિમેન્ટરી 1 બોટલ મિનરલ વોટર
ચિલ્ડ્રન એક્ટિવિટી, લોન્ડ્રી સર્વિસ
કોન્ફરન્સ હોલ
કેટલું ભાડું
4 સ્ટાર હોટલ હોવાથી સામાન્ય બજેટ હોટલ કરતાં તેના ભાડા ઉંચા હોય છે. પરંતુ સીઝન કે ઓફ સીઝન દરમ્યાન રૂમના ભાડાં 3000થી 12000ની વચ્ચે જોવા મળે છે. ચાલો ફરવા તમને ભાડા કે પેકેજમાં ડિસ્કાઉન્ટ અપાવવામાં મદદ કરશે જેના માટે તમારે નીચેના નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.