ટાઇગર જુઓ અને Tigress રિસોર્ટમાં રહો, રણથંભોરમાં લક્ઝુરિયસ જગ્યા

0
826
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજસ્થાનમાં ઉદેપુર સિવાય પણ જોવા લાયક અનેક જગ્યાઓ છે. જો તમે રાજસ્થાનમાં વાઘ (ટાઇગર) માટે જાણીતા એવા રણથંભોર નેશનલ પાર્ક જોવા માંગતા હોવ તો તેની નજીક આવેલા લક્ઝુરિયસ રિસોર્ટ એવા ટાઇગ્રેસ સ્પા અને રિસોર્ટમાં જરૂર રોકાજો. આ રિસોર્ટ તમને એકદમ રિલેક્સ કરી નાંખે છે. આ એક લક્ઝુરિયસ રિસોર્ટ હોવાથી નોર્મલ કરતાં થોડાક ઉંચા ભાડા છે પણ રહેવાની તમને મજા આવશે.

ક્યાં છે Tigress Spa Resort

રણથંભોર નેશનલ પાર્કને અડીને જ આ રિસોર્ટ આવેલો છે. રણથંભોર નેશનલ પાર્ક વાઘ દર્શન માટે જાણીતો છે. વાઘ સિવાય પણ અહીં અન્ય ઘણાં પશુ-પંખીઓ જોવા મળે છે.

નજીકનું એરપોર્ટઃ જયપુર 170 કિમી.
નવી દિલ્હીઃ 400 કિમી
નજીકનું રેલવે સ્ટેશનઃ સવાઇ માધોપુર 10 કિમી
સફારી બુકિંગ ઓફિસઃ 2 કિમી.
જંગલ સફારી બુકિંગ ઓફિસઃ 10 કિમી
રણથંભોર કિલ્લો અને ગણેશ મંદિરઃ 7 કિમી

કેવી છે સુવિધા

રિસોર્ટમાં 36 લકઝરી શ્યૂટ અને 20 રોયલ લકઝરી વિલા છે જેમાં દરેક આધુનિક સુવિધા છે. આ ઉપરાંત, રોયલ ફ્લેવર્સ નામનું મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ, બાર્બેક્યુ રફ ટોપ રોયલ પેનોરમા રેસ્ટોરન્ટ (150 લોકોને સમાવવાની ક્ષમતા), રોયલ ફ્યુઝન બાર, રોયલ બિન્સ કોફી શોપ અને પુલ એરિયામાં સોલાર સેક બાર એન્ડ બાર્બેક્યુની સુવિધા છે. આ સિવાય શાંતિ સ્પા, જીમ, સ્વિમિંગ પુલ, ઝાકુઝીની સુવિધા છે. તો બેન્કવેટ હોલ, બોર્ડ રૂમ, ઓપન ગાર્ડન એરિયા શાહીબાગ પણ છે. આ બાગની ક્ષમતા 1000 લોકોની છે. ગેસ્ટ ઇનડોર એક્ટિવિટીઝ જેવી કે ચેસ, પુલ ટેબલ, ઇનડોર કિડ્સ પ્લે એરિયા પણ છે.

રિસોર્ટની સુવિધા

વાઇ-ફાઇ
જીમ, સ્વિમિંગ પુલ
ઇન્ડોર પ્રવૃતિઓ
ચેસ ટેબલ, કેરમ, કાર્ડ રૂમ, કિડ્સ રૂમ
બાયસિકલ રાઇડ
કેમલ કાર્ટ (ઊંટ સવારી) અને બગી રાઇડ
ઇવનિંગ કલ્ચર પ્રોગ્રામ, બોન ફાયર (પુલ એરિયામાં)

રૂમમાં સુવિધા

ટી-કોફી મેકર
એલઇડી ટીવી
દરરોજ 01 બોટલ મિનરલ વોટર (વ્યક્તિ દીઠ)
હેર ડાયર, આર્યન બોર્ડ ઓન રિક્વેસ્ટ
અનલિમિટેડ વાઇ-ફાઇ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.