શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. શિયાળો એટલે હરવા-ફરવાની સીઝન. આ ઋતુમાં ગુજરાતીઓ કોઇ હિલ સ્ટેશન પર જવાના બદલે રણ પ્રદેશ કે દરિયાકિનારાના સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે. હવે જો તમે પણ આ ઠંડીની મોસમમાં કોઇ એવી જગ્યાએ ફરવા જવા માંગો કે જયાં દરિયો પણ હોય અને રણ પણ હોય, તો આવી જગ્યા ગુજરાતમાં જ છે અને તે જગ્યા છે કચ્છ. કચ્છમાં સફેદ રણની સાથે જ માંડવીનો સુંદર દરિયો પણ છે. કચ્છ એટલું મોટું છે કે સંપૂર્ણ કચ્છ ફરવા માટે તમારે 3 થી 4 દિવસ જોઇએ. તો આજે અમે આપને એક એવું પેકેજ આપીશું જે તમને કચ્છનો ખૂણે ખૂણો ફેરવશે.
3 રાત 4 દિવસનું કચ્છ દર્શન પેકેજ
નખત્રાણામાં કોલેજ રોડ પર આવેલા જેપી રિસોર્ટ્સ દ્ધારા કચ્છ દર્શનનું ગેરંટેડ પેકેજ અમે આપને આપીએ છીએ. આ પેકેજમાં જેપી રિસોર્ટ્સમાં એસી કોટેજમાં (કચ્છી ભુંગા) રહેવા સાથેનું પેકેજ પ્રતિ વ્યક્તિ 15000 રૂપિયા છે. જ્યારે નોન-એસી ડિલક્સ રૂમમાં રહેવા સાથેનું પ્રતિ વ્યક્તિ પેકેજ 12,000 રૂપિયા છે.
પેકેજમાં આટલું મળશે
જેપી રિસોર્ટમાં નાઇટ સ્ટે (બધા દિવસ)
બ્રેકફાસ્ટ, લંચ, ડીનર
ભુજથી ભુજ એસી કાર કે કોચ
એન્ટ્રી અને પાર્કિંગ
દરેક પ્રકારના ટેક્સ સામેલ
પેકેજમાં નીચેના સ્થળો બતાવાશે
સફેદ રણ, સ્વામિનારાયણ ટેમ્પલ, આઇના મહેલ અને પ્રાગમહેલ મ્યુઝિયમ
નળ સરોવર, કોટેશ્વર, માતાનો મઢ, લખપત ફોર્ટ
નીરોના, હોડકો,ભીરંડ્યારા, ધોરડો જેવા ગામની મુલાકાત
લોકનૃત્ય, ટ્રેડિશનલ ડીનર અને બોર્નફાયર
અંબે ધામ, 72 જિનાયલ, શ્યામજી ક્રિષ્ણવર્મા તિર્થ, વિજય વિલાસ પેલેસ
કાળો ડુંગર, દત્તાયેત્ર ટેમ્પલ
છારી ધાંધ, ફોસિલ પાર્ક, થાન મોનેસ્ટ્રી
વિન્ડ ફાર્મ બીચ
માંડવી બીચ પર ઊંટ અને ઘોડેસવારી
જેપી રિસોર્ટથી અંતર
સફેદ રણ (ધોરડો)- 105 કિમી
ભૂજ- 50 કિમી
માંડવી બીચ- 60 કિમી
માતાનો મઢ- 44 કિમી
નારાયણ સરોવર- 100 કિમી
છારી ધંધ બર્ડ સેન્ચુરી- 40 કિમી
લખપત ફોર્ટ- 80 કિમી
કાળો ડુંગર- 96 કિમી
ફોસિલ પાર્ક- 21 કિમી
નિરોના આર્ટ વિલેજ- 35 કિમી
જેપી રિસોર્ટનું ભાડું (પેકેજ સિવાય)
એસી કોટેજ (મડ હાઉસ) રૂ.6,500
ડિલક્સ રૂમ (નોન એસી) રૂ.4500
બાળક (10 વર્ષથી ઉપર) રૂ.950
ઉપરનું ભાડું બે વ્યક્તિઓ (કપલ) માટેનું છે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરનો સમાવેશ થાય છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.