ગ્રીસ ફરવા જઈ રહ્યા હોવ તો આ સ્થળે જરૂર જવું

0
383
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે ક્યાંક વિદેશમાં રજાઓ માણવાનું વિચારી રહ્યા હોવ તો ગ્રીસ તમારા માટે થોડી મોંઘી ટ્રીપ સાબિત થઈ શકે છે પણ વિદેશી લોકેશન્સના મામલે ગ્રીસથી સુંદર જગ્યા બીજી કોઈ ન હોય શકે. અમે તમને ગ્રીસના એવાં 5 ડેસ્ટિનેશન્સ વિશે જણાવીશું જ્યાં જવું તમારા જીવનનો સૌથી યાદગાર અનુભવ હોય શકે છે.

એથેન્સ

ગ્રીસની રાજધાની હોવાની સાથેસાથે એથેન્સ અહીંનું સૌથી મોટું શહેર છે. અહીં વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાના દર્શન થાય છે. જેનો ઈતિહાસ 3400 વર્ષ જૂનો છે. અહીં ડેફની મોનેસ્ટ્રી, હેલેનિક પાર્લિયામેન્ટ, નેશનલ લાઈબ્રેરી ઑફ ગ્રીસ સહિતનાં કેટલાંય ફરવા લાયક સ્થળ આવેલાં છે. જો કે કેટલીક ઐતિહાસિક ઈમારતો અત્યાર ખંઢેર બની ચૂકી છે.

સેન્ટોરિની

જો તમારે યૂનાનની સભ્યતાને નજીકથી જાણવી હોય તો આ જગ્યા તમારા માટે રાહ જોઈ રહી છે. સાફ બ્લૂ આકાશની નીચે ગ્રીસના ધાર્મિક સ્થળોની સફેદ દીવાલોનો નજારો કંઈક અલગ જ છે. યુનાની દ્વીપનો આ નજારો જોઈને તમે પોતાનામાં જ ખોવાઈ જશો. અહીં તમે બોટિંગનો પણ સુંદર અનુભવ કરી શકો છો.

મિક્કોનસ

અહીંની નાઈટલાઈફને એકવાર જોયા બાદ અહીંથી પરત જવાનું તમારું મન નહીં થાય. દુનિયાના સૌથી સુંદર બીચસાઈડ હોટેલ્સ પર રાત્રે લાઈવ મ્યૂઝિકની સાથે ડિલરનો આનંદ લીધા બાદ તમે વારંવાર અહીં આવવા માંગશો.

મેટેઓરા

મેટેઓરા ગ્રીસના મુખ્ય હિલ સ્ટેશન્સમાનું એક છે. અહીં હજારો વર્ષ જૂના મઠ આવેલાં છે. ચારો તરફ હરિયાળીથી ભરેલ આ સ્થળે તમને પહાડોની વચ્ચે આવેલા દુર્ગમ રસ્તાઓ પર ચાલવાનો અલગ જ અનુભવ પ્રાપ્ત થશે.

ડેલ્ફી

યૂનેસ્કોએ પહેલેથી જ ડેલ્ફીને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરી દીધી છે. આ સ્થળને યૂનાનનું ધાર્મિક સ્થળ પણ માનવામાં આવે છે. જે અપોલોની પૂજા કરવાના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે. અહીં આવીને તમને શાંતિ અને સકુનનો અનુભવ થશે.