પહાડો અને આહલાદક કુદરતી સોંદર્ય વચ્ચે શિમલા આમ તો દરેક માટે પસંદગીનું હેસ્ટિનેશન રહ્યું છે, પણ કપલ્સ અને લવ બર્ડ માટે આ જન્નતથી ઓછું નથી. અહીં ઘણી એવી જગ્યાઓ આવેલી છે કે, જ્યાં લવ બર્ડ્સ પ્રેમ અને રોમાંચના દરિયામાં ડૂબી જાય છે. આપને અમે અહીં શિમલાની એવી અદ્ભૂત જગ્યાઓ વિશે વાત કરીએ જ્યાં કપલ સારો સમય પસાર કરી શકે છે.
ધ રિજ રોડ
આ શિમલાનો એ વિસ્તાર છે, જ્યાંથી પહાડોની સુંદરતાનો અદ્ભૂત નજારો જોવા મળે છે. આ રોડ માલ રોડ અને લક્કર બજારને જોડે છે. અહીં તમે આરામથી બેસી શકો છો અને તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરીને કુદરતની મજા માણી શકો છો.
કુફરી
શિમલામાં આવેલું કુફરી પ્રવાસીઓ માટે ઘણું લોકપ્રિય છે. કપલ્સ માટે આ જગ્યા કોઈ સ્વર્ગ જેવી છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વતો પર તમારું મન મોહી જશે. શિયાળા દરમિયાન કુફરી વધારે આકર્ષક બની જાય છે અને અહીં પ્રવાસીઓની સંખ્યા પણ વધી જાય છે.
અન્નાડેલ
આ શિમલાનું સૌથી પ્રખ્યાત પ્લેગ્રાઉન્ડ અને રેસ કોર્સ છે અને સૌથી ખાસ વાત છે તેની આસપાસનું વાતાવરણ અને કુદરતી દ્રશ્યો. આ જગ્યા ચારે તરફ પર્વતોથી ઘેરાયેલી છે. અહીં દેવદાર અને શાહબલૂતના ઝાડ એક અલગ જ નજારો રજૂ કરે છે.
ચેડવિક ફોલ્સ
કપલ્સ અને લવ બર્ડ્સ માટે આ ચેડવિક ફોલ પર પહોંચ્યા પછી આ જગ્યા છોડવાનું મન નહીં થાય. અહીં આવીને તમને રોમાંચનો અહેસાસ થશે. આ વાતને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
જાખુ હિલ્સ
જાખુ હિલ્સ હનીમૂન કપલ્સ વચ્ચે ઘણું પોપ્યુલર છે. અહીંની ગ્રીનરી અને સુંદરતા હંમેશા માટે તમારું દિલ જીતી લેશે.