અત્યાર સુધી તમે વિશ્વની સાત અજાયબીઓ વિશે સાંભળ્યું હશે પરંતુ અહીં તમને ભારતના આ કુદરતી અજાયબ વિશે જણાવીશું. આ સ્થળો વિશે જાણીને તમને નવાઈ લાગશે અને ત્યાં જવાની ઈચ્છા પણ થશે.
મજૂલી આઈલેન્ડ
આ વિશ્વનો સૌથી મોટો રિવર આઈલેન્ડ છે, જે અસમમાં બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલો છે. આ જગ્યા વનસ્પતિ અને જીવજંતુઓ માટે જાણીતી છે. અહીં તમને ઘણી લુપ્ત થતી પ્રજાતિઓ જોવા મળશે.
લિવિંગ રૂટ બ્રિજ
ચેરાપૂંજીમાં આવેલા રૂટ બ્રિજને ડબર ડેકર લિવિંગ રૂટ બ્રિજ કહેવામાં આવે છે. આ બ્રિજ Ficus Elastica નામના ઝાડમાંથી બને છે.
માર્બલ રોક્સ
મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત માર્બલ રોક્સ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ પહાડો એટલા ખૂબસુરત છે કે આ પર્વતો જોયા કરવાનું મન થાય. 3 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ માર્બલ રોકને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.
ફ્લોટિંગ લેક
ફ્લોટિંગ લેક (તરતું તળાવ) મણિપુરમાં આવેલું છે. જે સપાટી પર તરતી વનસ્પતિ અને માટીના બનેલા દ્વીપ માચટે પ્રસિદ્ધ છે. આ ટાપુઓને કુંદી કહેવાય છે. આ દુનિયાનું એકમાત્ર ફ્લોટિંગ લેક છે અને પૂર્વોત્તર ભારતમાં એક માત્ર સૌથી મોટું ફ્રેશવોટર લેક છે.
દૂધસાગર વોટર ફોલ્સ
દૂધસાગર વોટરફોલ્સ જે દેશના સૌથી ઊંચા 10 વોટરફોલ્સ પૈકીના એક છે. દુનિયાના સૌથી ખૂબસુરત ફોલ્સમાં સામેલ છે. આ વોટરફોલ કર્ણાટક અને ગોવાની સરહદ પર આવેલો છે.