વૈષ્ણોંદેવીની યાત્રા કરવાનું ઘણા સમયથી મન થતું હોય પરંતુ મોકો ન મળતો હોય તો અત્યારે IRCTC એક એવી જબરદસ્ત ઑફર લાવ્યું છે કે તમને ટૂર બુક કરાવવાનું મન થઈ જશે. IRCTC (ઈન્ડિયન રેલવેઝ કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન)એ અત્યારે વૈષ્ણોંદેવી ટૂર પેકેજની ઘોષણા કરી હતી. તમને વિશ્વાસ નહિં આવે પણ આ પેકેજ શરૂ થાય છે માત્ર રૂ. 2420થી. માતા વૈષ્ણોંદેવીના ભક્તો માટે આ સારો મોકો છે.
પેકેજમાં શું છે?
ભક્તો માતાજીના દર્શન કરવામાં આર્થિક અસુવિધા ન અનુભવે તે માટે IRCTCએ બજેટ ફ્રેન્ડલી ટૂર પેકેજ બનાવ્યું છે. તેનું ડ્યુરેશન 3 રાત, 4 દિવસનું છે. તેમાં આવવા જવાની સ્લીપર ક્લાસ ટ્રેઈનની ટિકિટ આપવામાં આવશે. ટ્રેન દિલ્હીથી ઉપડશે. દિલ્હી સુધી પહોંચવાની વ્યવસ્થા યાત્રીએ કરવાની રહેશે.
ખાવા-પીવાની વ્યવસ્થાઃ
પેકેજમાં બે બ્રેકફાસ્ટ મીલ્સ આપવામાં આવશે. રહેવા માટે IRCTC ગેસ્ટ હાઉસ કે તેના જેવી જ હોટેલ પૂરી પાડવામાં આવશે. આથી તમારે ટૂર પેકેજ ઉપરાંત રહેવા અને ખાવા-પીવાનો ખાસ ખર્ચો કરવો નહિ પડે. સાઈટ સીઈંગ અને બહાર અંગત ખાણી-પીણીનો ખર્ચો વ્યક્તિએ જાતે ભોગવવાનો રહેશે.
પેકેજના વિવિધ પ્રકારઃ
બે પ્રકારના પેકેજ હશે. સ્ટાન્ડર્ડ અને ડીલક્સ. સ્ટાન્ડર્ડ પેકેજમાં યાત્રીઓએ ટ્રિપલ શેરિંગ બેઝ પર 2420 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ શેરિંગ માટે 2600 અને સિંગલ બુકિંગ માટે 4110 રૂપિયા ચૂકવવાના રહેશે. ડીલક્સ પેકેજ માટે યાત્રીઓએ ટ્રિપલ શેરિંગ માટે 2770 રૂપિયા, ડબલ શેરિંગ માટે 3100 રૂપિયા અને સિંગલ ઓક્યુપન્સી માટે રૂ. 5120 ચૂકવવાના રહેશે.