શ્રીનાથજીની દાઢીમાં હીરો કેમ લાગેલો છે, જાણો રસપ્રદ કહાની

0
665
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

નાથદ્વારા, શ્રીનાથજી મંદિરના કારણે પુરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે લાખો-કરોડો લોકો શ્રીનાથજીના દર્શન માટે નાથદ્વારા આવે છે. દર્શન દરમ્યાન શ્રદ્ધાળુ શ્રીનાથજીની દાઢીમાં લાગેલા હીરાને પણ જોવાનું પસંદ કરે છે. પરંતુ તે હીરો શ્રીનાથજી ભગવાનની દાઢીમાં કેમ તે પાછળ એક કહાની છે.

નાથદ્વારામાં દર વર્ષે ઘુલંડી પર સવારી નીકળે છે, નામ ખુબ રસપ્રદ છે ‘બાદશાહની સવારી’. આ સવારી નાથદ્વારાના ગુર્જરપુરા મોહલ્લાથી બાદશાહ ગલીમાંથી નીકળે છે. આ એક પ્રાચિન પરંપરા છે, જેમાં એક વ્યક્તિને નકલી દાઢી, મૂંછ, મુગલ પહેરવેશ પહેરાવી અને આંખોમાં કાજળ નાખી બંને હાથમાં શ્રીનાથજીની તસવીર આપી તેને પાલખીમાં બેસાડવામાં આવે છે. આ સવારીની આગેવાની મંદિર મંડલના બેંડ-વાંસળી વગાડી કરે છે.

આ સવારી ગુર્જરપુરાથી થઈ મોટા બજારમાંથી આગળ નીકળે છે, ત્યારે વ્રજવાસી સવારી પર બેસી બાદશાહોને ગાળો આપે છે. સવારી મંદિરની પરિક્રમા લગાવી શ્રીનાથજી મંદિર પહોંચે છે, જ્યાં તે બાદશાહ પોતાની દાઢીમાંથી સૂરજપોલની સીડીઓ સાફ કરે છે, આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. બાદમાં મંદિર વિભાગના પ્રમુખ બાદશાહને પૈરાવણી ભેટ આપે છે. ત્યારબાદ ફરીથી ગાળોનો દોર શરૂ થાય છે, મંદિરમાં હાજર લોકો બાદશાહને ભલુ-બુરૂ સંભળાવે છે અને રસિયા ગીત શરૂ થાય છે. ત્યારે આસપાસનો માહોલ એવો હોય છે કે, જાણે મથુરા-વૃંદાવનમાં હોળી રમાતી હોય.

આ બધા પાછળનું કારણ – નાથદ્વારામાં માન્યતા છે કે, જ્યારે ઔરંગઝેબ શ્રીનાથજીની મૂર્તીને ખંડીત કરવા આવ્યો હતો ત્યારે મંદિરમાં પહોંચતાની સાથે તે અંધ થઈ ગયો હતો. ત્યારે તેણે પોતાની દાઢીથી મંદિરની સીડી સાફ કરી, શ્રીનાથજીને વિનંતી કરી હતી, ત્યારબાદ તે ફરી દ્રષ્ટી મેળવી શક્યો હતો. આ સમયે ઔરંગઝેબે પોતાની પાસે રહેલો ખુબ કિંમતી હીરો મંદિરને ભેટ કર્યો હતો, જે આજે પણ શ્રીનાથજીની દાઢીમાં લગાવેલો જોવા મળે છે. બસ આ ઘટનાને દર વર્ષે ઘુલંડી પર ‘બાદશાહની સવારી’ નીકાળી યાદ કરવામાં આવે છે. આ સવારી નાથદ્વારા સિવાય બ્યાવર, પલી અને અજમેરમાં પણ નીકળે છે.