ગમે તેટલી વાર વિમાનમાં જાઓ, એર હોસ્ટેસ આટલું તો નહીં જ જણાવે !

0
1383
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હંમેશા હસતા ચહેરે જોવા મળતી એર હોસ્ટેસ કે ફ્લાઈટ એટેન્ડન્ટનું કામ તમે વિચારો છો તેના કરતા અનેક ગણુ અઘરુ છે. પરંતુ તેમના કામની કેટલીક એવી સિક્રેટ્સ છે જેની યાત્રીઓને ભનક સુદ્ધાં નથી આવતી. અમુક એવી વાત છે જે એર હોસ્ટેસ તમને ક્યારેય ખબર નથી પડવા દેતી. આટલી વાત જાણશો તો તમારી નવાઈનો પાર નહિ રહે.

ફ્લાઈટમાં સર્વ થતુ પાણી

ફ્લાઈટમાં તમને જે પાણી આપવામાં આવે છે તે પીતા પહેલા સો વાર વિચાર કરજો. સીલ બંધ બોટલ સિવાયનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે સારુ ન હોય તેવુ પણ બને. આવા પાણીની કોઈ ગેરન્ટી નથી હોતી. આથી ફ્લાઈટમાં પેક્ડ બોટલનું જ પાણી પીવુ યોગ્ય છે.

પેસેન્જર સીટ

ફ્લાઈટમાં જાવ ત્યારે હેન્ડ સેનિટાઈઝર ચોક્કસ સાથે લઈ જાવ અને ખાધા પહેલા અને પછી ચોક્કસ યુઝ કરો. તેનું કારણ એ છે કે તમારી સીટ આગળ ટ્રે ટેબલ છે તે લગભગ સાફ થતા જ નથી હોતા અને તે ફ્લાઈટનો કદાચ સૌથી ગંદો હિસ્સો છે.

સેલેરી

તમને એ જાણીને નવાઈ લાગશે કે એર હોસ્ટેસને ઘણો ઓછો પગાર મળે છે. ફ્લાઈટના દરવાજા બંધ થાય ત્યારથી તેમનો ડ્યુટીનો ટાઈમ ગણાય છે. તે પહેલા તે જે તૈયારી કરે કે ફ્લાઈટ ખાલી થાય પછી જે કામ કરે તેને કામમાં ગણવામાં આવતુ નથી.

બારીના શટર ખુલ્લા રાખવાનો નિયમ

તમે ફ્લાઈટમાં ગયા હશો તો ખબર જ હશે કે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન તમને વિન્ડો શટર ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવે છે. આ પાછળનું સાચુ કારણ એ છે કે ફ્લાઈટ એટેન્ડન્ટને ખબર પડી શકે કે ઈમર્જન્સી આવે તો સૌથી પહેલા કયો દરવાજો ખોલવો.

આલ્કોહોલ પોલિસી

તમે ફ્લાઈટમાં હોવ ત્યારે આલ્કોહોલની સીધી અસર દિમાગ પર થાય છે. આ કારણે એરલાઈન સ્ટાફને તમે કેટલો આલ્કોહોલ પીઓ છો તેના પર લગામ રાખવી પડે છે. આથી જ ફ્લાઈટમાં તમને આલ્કોહોલ લઈ જવાની કડક ના હોય છે.