માત્ર ઊંધીયું જ નહીં સુરતની આ વાનગીઓ પણ ખાવા જેવી છે

0
589
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત તો તમે જાણતા જ હશો. સુરત લાલાઓ ચટાકા અને સ્વાદના શોખીન હોય છે. તમે સુરત જાઓ અને ત્યાં પેટભરીને ખાઈને ન આવો તો સુરત જવાનો કોઈ અર્થ નથી! SMC માર્કેટ આખી રાત ખુલ્લું રહે છે. જ્યાં તમે જીભના ચટાકા સંતોષી શકો છો. હવે સુરત જવાનું થાય તો લોચા સિવાય આ વસ્તુઓ પણ ખાતા આવજો.

કોલેજિયન ચાટ

સુરતમાં શિંગદાણામાંથી બનતી ચાટ ફેમસ છે. આ ચાટનું નામ કોલેજિયન પડ્યું કારણકે આ ચાટ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. કહેવાય છે કે આ વાનગીની શોધ સુરતમાં થઈ હતી!

લોચો

સુરતનું નામ કાને પડે એટલે સુરતી લોચો યાદ આવે આવે ને આવે જ. ખમણ બનાવતી વખતે લોચો પડ્યો અને લોચાની શોધ થઈ. સ્વાદમાં સ્વાદિષ્ટ લોચો સુરતીઓમાં ખૂબ પ્રખ્યાત છે.

પોંક વડા

રસ્તા પરથી પસાર થતી વખતે રોડ સાઈડ પર લીલી ચટણી અને તળેલા મરચાંની સાથે મગની દાળ અને જુવારના વડા ખાવા મળે તો કેવી મજ્જા પડે. સુરત તો આવા વડા બનાવવામાં હોંશિયાર છે. પોંકમાંથી બનાવાતા વડા અહીંની જાણીતી વાનગી છે.

સેવ ખમણી

ખમણ તો ખાતા જ હશો પણ સુરતમાં જઈને સેવ ખમણી ખાજો. ચણાની દાળમાંથી બનતી સ્પેશિયલ રેસિપી. સુરત જેવી ખમણી ખાવાની મજા બીજે ક્યાંય નહીં આવે. હીરાબાગ વિસ્તારમાં એક જાણીતી દુકાન છે માઘીની ખમણી અહીં ચોક્કસ જજો. જલસો પડી જશે.

ઘારી

સુરતી લાલાઓને મસાલેદાર ખાવાનું જેટલું પસંદ છે, મીઠાઈ પણ તેટલી જ ભાવે છે. સુરતી ઘારી તો વિશ્વભરમાં જાણીતી છે. સુરત જાઓને ઘારી ખાધા વિના આવો તો કેમ ચાલે?

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.