હિમાચલ પ્રદેશ પોતાના સુંદર મેદાનો અને ખીણો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. દેશ-વિદેશથી લોકો આ જગ્યાના દર્શન કરવા આવે છે. હિમાચલના પર્વતોમાં સભ્યતા અને સંસ્કૃતિ વસે છે. આ પ્રદેશમાં અનેક એવી જગ્યાઓ છે જે રહસ્યમયી છે. તેમાં એક કમરુનાગ સરોવર છે. એવું કહેવાય છે કે આ સરોવરમાં ખજાનો છુપાયેલો છે. જે અંગે અનેક તથ્ય છે. જાણકારોનું માનીએ તો કમરુનાગ સરોવરમાં અબજો રૂપિયાનો ખજાનો છે. જો કે, અત્યાર સુધી આ સરોવરથી પૈસા અને ઝવેરાત નથી નીકાળવામાં આવ્યા. આ સરોવરની નજીક એક મંદિર પણ છે, જેને કમરુનાગ મંદિર પણ કહેવાય છે. જો આપને આ સરોવર અંગે નથી ખબર તો આવો કમરુનાગ વિશે વિસ્તારથી જાણીએ.
કમરૂનાગ સરોવર ક્યાં છે
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાથી 51 કિલોમીટર દૂર ખીણમાં સ્થિત છે. આ સરોવર સુધી પહોંચવા માટે પર્વતોની વચ્ચે રસ્તો છે. એવુ માનવામાં આવે છે કે કમરુનાગ સરોવરના દ્રશ્યોને જોઇને બધો થાક દૂર થઇ જાય છે. આ સ્થાન પર પથ્થરથી નિર્મિત કમરુનાગ બાબાની પ્રતિમા છે. દર વર્ષે જૂનમાં કમરુનાગ મંદિરમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.
લોકોની બાબા કમરુનાગ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે
આ અંગે સ્થાનીક લોકોનું કહેવું છે કે બાબા વર્ષ ભરમાં માત્ર એકવાર દર્શન આપે છે. જૂન મહિનામાં બાબા પ્રકટ થાય છે. એટલા માટે જૂનમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો બાબાના દર્શન હેતુ હોય છે. આ દરમિયાન લોકો મનગમતો વર પ્રાપ્તિ માટે સરોવરમાં સોના-ચાંદી અને રૂપિયા દાન કરે છે.
માન્યતા છે કે બાબા કમરુનાગને સોના-ચાંદી ચઢાવવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થઇ જાય છે. એટલા માટે રૂપિયા અને ઝવેરાત સરોવરમાં નાંખે છે. કેટલાક લોકો તો પહેરેલા ઝવેરાત પણ સરોવરમાં નાંખવાથી અચકાતા નથી. લોકોની બાબા કમરુનાગમાં અતૂટ શ્રદ્ધા છે. સદિઓથી આ પરંપરા ચાલતી આવી રહી છે. આના કારણે જાણકારોનું કહેવું છે કે સરોવરમાં અબજોનો ખજાનો છે.