સાત મહિના બાદ ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, આટલા વાગ્યા સુધી થશે દર્શન

0
415
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગાંધીનગરઃ ગાંધીનગરના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ છે.

લગભગ 7 મહિનાના બાદ ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આગામી 25 ઓક્ટોબરથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે. જે દિવસે દશેરા પણ છે. મંદિરમાં સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે. અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે.

મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દરરોજ સાંજે 7.15ના સત્ ચિત્ આનંદ વોટર શોનું પણ આયોજન કરવામાં આવશે. દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

આ અંગે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ એક યાદીમાં જણાવ્યું છે કે, અક્ષરધામમાં દરરોજ સાંજે 5થી 7.30 દરમિયાન જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. હાલના તબક્કે અક્ષરધામ મંદિરમાં દર્શન થઇ શકે તેવી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.