ભારતના પાંચ સૌથી મોંઘા રેસ્ટોરન્ટ, જાણો કેટલા રુપિયા ખર્ચવા પડે

0
391
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભોજનમાં સ્વાદિષ્ટ અને નવા વ્યંજન ખાવાનું બધાને પસંદ છે. ભારતમાં તો અલગ-અલગ પ્રાન્તમાં અલગ-અલગ પ્રકારના વ્યંજનો પણ મળે છે અને આ વ્યંજનોને ખાવા માટે આપણે રેસ્ટોરન્ટનો સહારો પણ લઇએ છીએ જ્યાં આપણી ખાવાની ઇચ્છાઓ પૂર્ણ થઇ શકે. પરંતુ ક્યાંક આ ખાવાનું વળગણ આપને દેવામાં ના ડુબાડી દે. તમે સાંભળીને આશ્ચર્યમાં મુકાઇ જશો કે રેસ્ટોરન્ટમાં ખાવાથી દેવામાં કેવીરીતે ડુબી જવાય. તો અમે આપને જણીવી દઇએ કે ભારતમાં એવા ઘણાં રેસ્ટોરન્ટ છે જે એટલા મોંઘા છે કે એક વ્યક્તિ માટે અહીં ભોજન કરવાનું ઘણું મોંઘુ પડી શકે છે. આવો જાણીએ આવી જ અનેક મોંઘી રેસ્ટોરન્ટ અંગે-

# જોડિયાક- ગ્રિલ, તાજ મુંબઇ

જોડિયાક ગ્રિલ સ્વાદના રસિયાઓ માટે એક યોગ્ય રેસ્ટોરન્ટ છે, અને કદાચ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલા વ્યંજન કિંમતો પર આવે છે. અહીં પ્રતિ વ્યક્તિ ભોજનનો ખર્ચ લગભગ 8000 રુપિયા પડે છે.

# લે સર્કુયુ, લીલા પેલેસ, નવી દિલ્હી :

આ એશિયાનો પહેલો લે સર્ક્યુ છે અને આ એક જાપાની ફર્મ ડિઝાઇન સ્પિન સ્ટુડિયો દ્ધારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટમાં પ્રતિ વ્યક્તિ ભોજન પર ખર્ચ 8500 રુપિયાનો આવે છે.

# સૈન ગિમિનેનો, ઇમ્પીરિયલ, દિલ્હી :

આ ઉત્તમ રેસ્ટોરન્ટમાં તમે સુંદર ઇટાલિયન ભોજન પ્રાપ્ત કરો છો, શાનદાર સૂપ અને પિટ્ટી ઉપરાંત, પિઝા પણ તેની વિશેષતા છે. બે લોકો માટે ભોજન ઓછામાં ઓછું 5000 રુપિયાથી ઓછું આવે છે.

# તાજ ફલકનુમા પેલેસ, હૈદરાબાદ :

આ દેશની સૌથી સુંદર પેલેસ હોટલમાંની એક છે, હૈદરાબાદ રૉયલ્ટીના જીવન-આકારના ચિત્રો અને સુવ્યવસ્થિત નક્કાશીદાર દર્પણ દ્ધારા તેને સજાવાયું છે, બે વ્યક્તિના ભોજન માટે તમારો એવરેજ ખર્ચ 7000 રુપિયાનો આવશે.

# યુઉકા, પેલેડિયમ હોટલ, મુંબઇ :

આ ભારતમાં સુંદર જાપાની રેસ્ટોરન્ટમાંની એક છે. એક કાળા અને સોનાના રંગ પેલેટની સાથે તેની સજાવટ મનમોહક છે. અહીંના વ્યંજન ઘણાં જ સારા છે અને ત્યાં સુધી કે દુર્લભ જાપાની માલ્ટ્સ અને બીયર પણ મોજુદ છે. અહીં બે વ્યક્તિઓના ભોજન માટે તમારો ખર્ચ ઓછામાં ઓછો 7000 રુપિયા થશે.