આ શહેરોની ફૂડ ગલીઓમાં મળે છે સ્વાદની અસલી મજા

0
416
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભારતમાં સ્ટ્રીટ ફૂડનું એક અલગ જ મહત્વ છે. કોઇ હોટલ કે રેસ્ટૉરાંમાં ખાવાનું ખાય કે ન ખાય કોઇ વાંધો નહીં પરંતુ, જ્યારે કોઇ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ના ચાખે તેને હંમેશા અફસોસ જરુર રહે છે કે યાર! ત્યાંનું સ્ટ્રીટ ફૂડ આપણે ચાખવું જોઇએ. ભારતમાં એવા ઘણાં શહેર છે જેની ગલીઓના સ્ટ્રીટ ફૂડ ચાખવાની એક અલગ જ મજા છે.

ખાઉ ગલી, મુંબઇ

મુંબઇનું સ્ટ્રીટ ફૂડ તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીં એવી અનેક જગ્યાઓ છે જ્યાં એક એકથી ચઢિયાતા સ્ટ્રીટ ફૂડ મળે છે પરંતુ, જો તમે કંઇક વધારે સ્ટ્રીટ ફૂડના દિવાના છો તો પછી પહોંચી જાઓ ખાઉ ગલી. પાઉં ભાજી, આલુ ટિક્કા ઉપરાંત અહીં આઇસ્ક્રીમ ઢોસા (dosa) અને અનેક પ્રકારના સેંડવિચ ટેસ્ટ કરવા મળી જશે. ક્યાંય ન ચાખી હોય તેવી ડિશ પણ અહીં તમને મળશે.

ન્યૂ માર્કેટ, કોલકાતા

કહેવાય છે કે જો કોઇ કોલકાતા ફરવા જાય છે તો સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચાખવા માટે કોલકાતાના ન્યૂ માર્કેટમાં જરુર જાય છે. આ ન્યૂ માર્કેટના સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ કાઠી રોલ્સને માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં અનેક પ્રકારના કાઠી રોલ્સ મળે છે જેને સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ પણ ખુબ પસંદ કરે છે. કાઠી રોલ્સ ઉપરાંત અહીં તાલેભાજા, બાંગ્લાદેશી સ્ટ્રીટ ફૂડ પણ મળે છે.

પરાઠાવાલી ગલી, દિલ્હી

દિલ્હી અને દિલ્હીની આસપાસના રાજ્યોમાં કદાચ એવા ઓછા લોકો હશે જેને પરાઠાવાળી ગલીનું નામ યાદ ન હોય. જુની દિલ્હીમાં સ્થિત આ ગલી પરાઠાની સાથે અનેક સ્ટ્રીટ ફૂડ માટે આખા ભારતમાં જાણીતી છે. કહેવાય છે કે અહીં લગભગ 50થી વધુ વેરાઇટીના પરાઠા મળે છે. તો જો તમે દિલ્હી જઇ રહ્યા છો તો સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચાખવા માટે અહીં જરુર જજો.