દુનિયાના બેસ્ટ વેજિટેરિયન રેસ્ટોરન્ટ્સમાં શું છે ખાસ

0
569
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

વર્ષ 1977થી દુનિયાભરમાં 1 ઓક્ટોબરનો દિવસ World Vegetarian Dayના નામથી સેલિબ્રેટ કરવામાં આવે છે. આ પગલું નોર્થ અમેરિકન સોસાયટી તરફથી સૌથી પહેલા ઉઠાવાયું હતું. જેને વર્ષ 1978માં ઇન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયન તરફથી પણ સમર્થન પ્રાપ્ત થયું. આવો જાણીએ દુનિયાના વેજિટેરિયન રેસ્ટોરન્ટ્સ વિશે.

સરવણ ભવન (Saravana Bhavan)

સરવણ ભવન હોટલ દુનિયાની સૌથી જાણીતી વેજિટેરિયન રેસ્ટોરન્ટ છે. ઇન્ડિયામાં આ રેસ્ટૉરન્ટની 33 બ્રાન્ચ છે. ઑસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, ફ્રાંસ, જર્મની, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ, અમેરિકા અને મિડલ ઇસ્ટમાં તેની 47 અને બ્રાન્ચ પણ છે. 1981માં પી.રાજાગોપાલે તેની સૌથી પહેલી બ્રાન્ચ ખોલી હતી. અહીં સાઉથ ઇન્ડિયન વેજિટેરિયન ખાવાનું પીરસવામાં આવે છે.

ગ્રીન્સ રેસ્ટોરન્ટ (Greens Restaurant)

કેલિફોર્નિયાની સાન ફ્રાન્સિસ્કોની ગોલ્ડન ગેટ બ્રિજની પાસે બનેલુ ગ્રીન્સ રેસ્ટોરન્ટ પણ વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે. અમેરિકાની આ વેજિટેરિયન રેસ્ટૉરન્ટને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ રેસ્ટોરન્ટ વર્ષ 1979માં ખુલ્યું હતું. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહીં ફક્ત ફ્રેશ ઓર્ગેનિક પ્રોડક્ટ જ યુઝ કરવામાં આવે છે. જે the organic Green Gulch Farm Zen Centerથી આવે છે.

માઓજ વેજિટેરિયન (Maoz Vegetarian)

માઓજ વેજિટેરિયન #falafel ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ છે. અહીં ફક્ત વેજિટેરિયન ખાવાનું જ મળે છે. વર્ષ 1991માં એમ્સ્ટર્ડેમમાં ઇઝરાયેલના એક કપલે આ રેસ્ટોરન્ટની શરુઆત કરી હતી. હવે તેની બ્રાન્ચ યૂરોપ, નોર્થ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જર્મની, વૉશિંગ્ટન ડી.સી. ન્યૂ જર્સી, બાર્કલે, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ફ્રાન્સ, સ્પેન, બ્રાઝિલમાં અનેક જગ્યા છે. અહીંના ફ્રેશ જ્યૂસ ઘણાં જ ફેમસ છે. આ ઉપરાંત, આ રેસ્ટોરન્ટ Maoz Falafel Sandwich અને Maoz Falafel Salad Box પણ ઘણાં જ પોપ્યુલર છે.

ધ પિટમેન વેજિટેરિયન હોટલ (The Pitman Vegetarian Hotel)

ધ પિટમેન વેજિટેરિયન હોટલ બર્મિંઘમમાં 1898થી છે. આ રેસ્ટોરન્ટના સી સાઇડ પાસ્તા અને ફ્રૂટ કેક વર્લ્ડ પૉપ્યુલર છે.

અન્નાલક્ષ્મી (Annalakshmi)

આ વેજિટેરિયન રેસ્ટોરન્ટની શરુઆત વર્ષ 1984મા મલેશિયાથી થઇ હતી. હવે તેની બ્રાન્ચ ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને ઇન્ડિયામાં પણ છે. અન્નાલક્ષ્મી રેસ્ટોરન્ટને બેસ્ટ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ રેસ્ટોરન્ટમાં શુદ્ધ શાકાહારી ખાવાનું પીરસવામાં આવે છે.