ફૂડ સ્ટાઇલિસ્ટ બનીને કરો શાનદાર કમાણી

0
299
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ફૂડ એન્ડ બેવરેજ રિટેલ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ વધી રહી છે ફૂડ સ્ટાઇલિસ્ટની ડિમાંડ. હજુ થોડાક વર્ષો પહેલા ફૂડ સ્ટાઇલિંગનું ક્ષેત્ર એડ ફિલ્મ્સ, પ્રિન્ટ એડ કે ફૂડ પેકેજિંગ સુધી જ સિમિત હતું. પરંતુ આજે ફૂડ અને મનોરંજન ઉદ્યોગના વિકાસની સાથે આ ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ વધી છે. જો તમારુ કામ સારુ હશે તો કમાણી પણ નિશ્ચિત રીતે સારી હોઇ શકે છે. મોટાભાગના યુવાનો કેવળ કુકિંગ સુધી સીમિત સમજે છે પરંતુ આ તેનાથી ઘણી વધારે છે.

શું છે ફૂડ સ્ટાઇલિંગ

મોટાભાગે ટીવી વિજ્ઞાપનો, રેસ્ટોરન્ટ અને કુલિનરી મેગેઝીન્સમાં આવી ફૂડ આઇટમ્સ કે ડિશિઝને જોઇ હશે, જેને લેવા માટે મન લલચાઇ ગયું હશે. આ પ્રેઝન્ટેશનની કમાલ છે, તેને ફૂડ સ્ટાઇલિંગ કહે છે. તેમાં ફૂડ સ્ટાઇલિસ્ટ્સ ફોટોગ્રાફર્સની સાથે મળીને સુંદર ઇમેજ ક્રિએટ કરે છે. સિનેમા અથવા ધારાવાહિકોમાં પણ તમે કેરિયરની શાનદાર ઝલક જોઇ શકો છો. અહીં તમારુ મન પ્રેઝન્ટ કરવામાં આવેલા ફૂડ તેની સજાવટ, તેની ડિઝાઇન તેની પેકેજિંગનો ચળકાટ તમને જરુર લલચાવતો હશે. આ બધુ ફૂડ સ્ટાઇલિંગ કેરિયરની સાથે જોડાયેલા લોકો કરે છે. હવે જો તમે કુકિંગ અને ફોટોગ્રાફીનો શોખ રાખો છો, કંઇક ક્રિએટિવ કરવા માંગો છો, તો એક ફૂડ સ્ટાઇલિસ્ટ એક ઇનોવેટિવ ફિલ્ડમાં એક શાનદાર કેરિયર બનાવી શકે છે. તો વિચારો જ્યારે ખાવાની સજાવટ તમારુ એટલુ મન મોહી શકે છે તો આ કેરિયર પણ આપને કેટલો લાભ આપી શકે છે.

આ રીતે થાય છે કામ

એક ફૂડ સ્ટાઇલિસ્ટ ખાવાની વસ્તુઓને કંઇક એવી રીતે સજાવે છે કે તમારુ મન તરત તેનો ટેસ્ટ કરવા કે ખરીદવા માટે થવા લાગે છે. આ કામમાં ઘણી મહેનત અને ક્રિયાશીલતાની જરુરીયાત હોય છે. ફૂડ સ્ટાઇલિસ્ટની ઉપર ખાવાની સામગ્રી અને સજાવટી સામાન ખરીદવાથી લઇને ખાવાનું તૈયાર કરવા, તેનો ફોટો શૂટ કરાવવા વગેરેની જવાબદારી હોય છે. શૂટ પહેલા કૉન્સેપ્ટ ક્રિએટ કરવા, જરુરી ક્રૉકરી, ગ્લાસવેર, કટલરી, ફૂલ, કેન્ડલ, રિબન વગેરે એકઠા કરવાનું કામ પણ સ્ટાઇલિસ્ટનું જ હોય છે. તે વ્યંજનોને એ રીતે રજૂ કરે છે કે તે ફ્રેશ અને ટેસ્ટી નજરે પડે છે.

ઔપચારિક યોગ્યતાની જરુરીયાત નહીં

આ એક એવું ફિલ્ડ છે, જેમાં કોઇ ઔપચારિક યોગ્યતાની જરુર નથી પરંતુ તમારી પાસે ફૂડ સંબંધી જ્ઞાનની સાથે સાથે ક્રિએટિવ ક્રૉફ્ટવર્ક અને વિઝ્યુલાઇઝેશન પાવર હશે, કોઇપણ ડિશને ઇનોવેટિવ સ્ટાઇલથી રજૂ કરવાનું જાણતા હશો, તો સારુ રહેશે. જો ફોટોગ્રાફી આવડે છે, તો તે સોનામાં સુગંધ ભળવા જેવું હશે. કેમ કે ખાવાનું જોવામાં ભલે ગમે તેવું લાગે પરંતુ એક ફોટોગ્રાફર તેની સુંદરતાને સારી રીતે સામે લાવી શકે છે, જેથી તેને જોતા જ મોંમા પાણી આવી જાય. એટલે જેમની પાસે એસ્થેટિક સેન્સ, સૃજનાત્મક વિચાર, ટેકનીકલ જ્ઞાન, ધૈર્ય અને નેટવર્કિંગનું કૌશલ્ય છે તો ઉદ્યોગ સાથે જોડાયેલી નવીનતમ જાણકારી રાખો છો, તે સફળ ફૂડ સ્ટાઇલિસ્ટ બની શકે છે.

શું કરવું પડશે?

જે લોકો આમાં કેરિયર બનાવવા માંગે છે તેમણે કુલિનરી આર્ટમાં બેઝિક ટ્રેનિંગ લેવી પડશે. આનાથી તેમને ટેકનિકલી રીતે જાણકારી મળી જશે કે અલગ-અલગ ફૂડ આઇટમ્સ તથા તેમાં વપરાતી સામગ્રી એક-બીજા પર કેવો પ્રભાવ નાંખે છે. આ ઉપરાંત, હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી ધરાવનારા પણ ફૂડ સ્ટાઇલિસ્ટ તરીકે પોતાનું ભવિષ્ય બનાવી શકે છે.

પડકારો પણ છે અહીં

ફૂડ સ્ટાઇલિસ્ટની જૉબ ઘણી પડકારજનક હોય છે કારણ કે કેટલાક સમય પછી સ્ટાઇલ કરવામાં આવેલું ભોજન ખરાબ થવા લાગે છે. આવામાં યોગ્ય કો- ઑર્ડિનેશન હોવુ ખુબ જરુરી છે. ઘણીવાર અંતિમ ક્ષણોમાં ક્લાયંટની ડિમાંડ બદલી શકે છે. એટલે સ્ટાઇલિસ્ટે પોતાનું ધૈર્ય ક્યારેય ખોવું ન જોઇએ. જે વિપરિત હાલતમાં પણ પરિણામો આપે છે તેમને આગળ વધતા કોઇ રોકી નહીં શકે.

સંભાવનાઓ ક્યાં-ક્યાં

બુક પબ્લિશર્સ, મેગેઝિન એન્ડ એડવર્ટાઇઝિંગ એજન્સીઝ, કિચન માર્કેટ, ન્યૂ માર્કેટ્સ એન્ડ઼ રિટેલ સ્ટોર, ન્યૂ રેસ્ટોરન્ટ્સ, ફૂડ ચેન, સુપર માર્કેટ તેમજ રિટોલ સ્ટોર્સ, ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ, ટેલિવિઝન હાઉસિઝ અને ફિલ્મ પ્રોડક્શન હાઉસિઝ વગેરેમાં આ કેરિયરને લઇને અપાર સંભાવનાઓ છે. સાથે જ ફ્રી લાન્સિંગના ક્ષેત્રમાં પણ પૈસા કમાઇ શકાય છે.

સ્કિલ્સ
ફૂડ પ્રિપરેશન એન્ડ પ્રિપરેશન
ક્રિએટિવિટી
ધૈર્યતા
કાર્યક્ષમતા
નેટવર્કિંગ સ્કિલ્સ
ટેક્નીકલ નૉલેજ
ક્રિએટિવિટી
ફૂડ ઇંગ્રીડેન્ટ્સ ઓફ એડવરટાઇઝિંગ એન્ડ ડિઝાઇનમાં વિશેષ રુચિ
ફૂડ સેંસ
અંડરસ્ટેડિંગ ઓફ એડવરટાઇઝિંગ
કુલિનરી બેકગ્રાઉન્ડ, ફોટોગ્રાફીની સેંસ
ફૂડનું સારુ નોલેજ
એજ્યુકેશન ક્વાલિફિકેશન

પ્રમુખ સંસ્થાન

મુંબઇ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ કેટરિંગ
ન્યૂટ્રિશન કૉલેજ
કુલિનરી એકેડમી, સિડાડે ડિ ગોવા
ફૂડ ક્રૉફ્ટ ઇન્સ્ટીટ્યૂટ, પુણે
નેશનલ કાઉન્સિલ ફોર મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજી, નોઇડા
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી, ન્યૂ દિલ્હી
એલબીઆઇએચએણ, દિલ્હી
એપીજી શિમલા યૂનિવર્સિટી, શિમલા
ડીપીએમઆઇ, નવી દિલ્હી