જંગલમાં 5 સ્ટાર સુવિધા, ગુજરાતમાં આ જગ્યાએ છે ઇકોફ્રેન્ડલી રિસોર્ટ

0
1905
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

તમારામાંથી મોટાભાગના લોકો એકવાર તો સાસણગીર ગયા જ હશે. એશિયાટીક લાયન એટલે કે સિંહદર્શન માટે દેશ-વિદેશથી લોકો ગીરનું આ જંગલ જોવા અચૂક આવે છે. સાસણગીરમાં આમ તો અનેક હોટલો અને રિસોર્ટ્સ છે પરંતુ આ બધામાં ખાસ છે ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટ.

5 સ્ટાર ઇકોફ્રેન્ડલી રિસોર્ટ

ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટ એક 5 સ્ટાર રિસોર્ટ છે. એટલું જ નહીં તે ઇકોફ્રેન્ડલી પણ છે. શહેરી લાઇફથી કંટાળેલા લોકોને આ રિસોર્ટ કુદરતની નજીક હોવાની અનુભૂતિ કરાવે છે. આ રિસોર્ટમાં 40 રૂમ્સ, 2 રેસ્ટોરન્ટ્સ, બેન્કવેટ, જીમ, સ્પા સહિતની સુવિધાઓ છે. ઇકોફ્રેન્ડલી કન્સેપ્ટ સાથે બનેલો આ રિસોર્ટમાં ગ્રીન ટીમ છે જે હોટલના મહેમાનો અને કોમ્યુનિટ સાથે મળી પર્યાવરણની જાળવણી કરે છે.

હોટલ બાબતોના નિષ્ણાંત આર.કે.સિંહ જણાવે છે કે આ રિસોર્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં તમને સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી વાતાવરણ જોવા મળે છે. જે બીજા રિસોર્ટમાં સામાન્ય રીતે નથી જોવા મળતું. હોટલના સ્ટાફ વેલટ્રેન સ્ટાફ કસ્ટમર્સને પર્યાવરણની જાળવણીથી માહિતગાર કરવામાં નિપુણ છે.

રિસોર્ટની ખાસિયતો

આ રિસોર્ટમાં વૃક્ષોની 200 કરતાં વધુ જાતો, 30 કરતાં વધુ પક્ષીઓની વેરાયટી તમને જોવા મળશે. અહીં ન્યૂઝપેપરને કન્વર્ટ કરીને તેમાંથી બેગ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ થતો નથી. હોટલનો પોતાનો ઓર્ગેનિક ગાર્ડન છે. જ્યાં શાકભાજી ઉગાડવામાં આવે છે. જેનો ઉપયોગ હોટલના રેસ્ટોરન્ટમાં કરવામાં આવે છે. અહીં ભીના કચરામાંથી ખાતર બનાવાયા છે. વોટર પણ રિસાયકલ થયેલું હોય છે. સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે તેને બેસ્ટ રિસોર્ટ ઓફ ગુજરાત 2016નો એવોર્ડ ગુજરાત ટૂરિઝમ તરફથી મળ્યો છે.

શું મળશે સુવિધા

ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટમાં એસી વિલા, શ્યૂટ્સ, કોટોજીસ અને ટેન્ટ્સ સહિત કુલ 40 રૂમ્સ છે. જેમાં તમને 24 કલાક હોટ-કોલ્ડ વોટર, ઇકોફ્રેન્ડલી બાથરૂમની સુવિધા, ટીવી, ઇકો સ્લીપર્સ, ડીજીટલ કેફે, મીનીબાર, કોમ્પ્લીમેન્ટરી વોટર, ટીવી-કોફીની સુવિધા, ન્યૂઝપેપર, ટેલીફોનની સુવિધા મળશે. ઉપરાંત, પેકેજ અનુસાર બ્રેકાફાસ્ટ, લંચ કે ડીનરની સુવિધા પણ ઉપલબ્ધ છે

અમદાવાદથી કેટલું છે અંતર

ફર્ન રિસોર્ટ અમદાવાદથી આશરે 390 કિલોમીટર દૂર છે. જૂનાગઢ રેલ્વે સ્ટેશન અહીંથી 60 કિલોમીટરના અંતરે છે. જ્યારે વેરાવળ રેલવે સ્ટેશનનું અંતર 40 કિલીમીટરનું છે. રાજકોટ અહીંથી 160 કિલોમીટર દૂર છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.