આકરી ગરમીમાં આનંદ અપાવશે દક્ષિણ ભારતનું સ્પા શહેર

0
460
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દક્ષિણ ભારતમાં પ્રાકૃતિક સ્થાનોની કમી નથી. અહીં કેટલાક સ્થળો પોતાના ચાના બગીચા, પર્વતો, નદી ઝરણા વગેરે માટે જાણીતા છે તો કેટલાક એવા પણ સ્થળ છે જે ફક્ત પ્રવાસીઓને આરામ ફરમાવવા માટે જ બન્યા છે. આજે અમે વાત કરીશું તામિલનાડુના એક એવા શહેર અંગે જેને દક્ષિણ ભારતનું સ્પા શહેર પણ ગણવામાં આવે છે.
કુદરતી સુંદરતાથી ભરેલું કુટ્રાલમ પોતાના સ્વાસ્થ્ય રિસોર્ટ્સ માટે ઘણું પ્રસિદ્ધ છે. પશ્ચિમ ઘાટ પર લગભગ 160 મીટરની ઉંચાઇએ વસેલું આ સ્થળ ગરમીઓમાં ફરવા માટે સૌથી સારો વિકલ્પ છે. આવો જાણીએ પર્યટનની રીતે કુટ્રાલમ તમારા માટે કેટલું ખાસ છે.

કેમ આવો કુટ્રાલમ

કુટ્રાલમ તામિલનાડુ રાજ્યના તિરૂનેલવેલી જિલ્લાનું એક સુંદર પર્યટક સ્થળ છે. આ જિલ્લાનું એક નાનકડું શહેર છે પરંતુ પ્રવાસીઓને આકર્ષે છે. આસપાસના વિસ્તારો માટે તે એક પરફેક્ટ વિકેન્ડ ગેટવે છે. અહીં પ્રવાસીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે. રહેવા માટે અનેક નાની-મોટી હોટલો છે. મનિમુથર, પચૈયર, ચિત્તર તામ્બ્રપરણી વગેરે નદીઓ છે જે કુટ્રાલમના ઝરણા તેમજ જંગલોને સિંચવાનું કામ કરે છે.

આ ઋતુ છે સૌથી ખાસ

ચોમાસામાં આ જગ્યાનું સૌંદર્ય ખીલી ઉઠે છે. ચોમાસા દરમ્યાન લીલાછમ વૃક્ષો તમારૂ મન મોહી લે છે. ઠંડા પવનો વચ્ચે અહીં પ્રવાસીઓ પ્રકૃતિનો મનભરીને આનંદ માણી શકે છે. અહીં પીક સીઝન મેના અંતિમ સપ્તાહથી લઇને સપ્ટેમ્બરની વચ્ચે છે. તીવ્ર ગરમીમાં સુકાઇ ગયેલા ઝરણા આ સમયગાળા દરમ્યાન આખા જંગલમાં કોલાહલ મચાવે છે. કુટ્રાલમ કોઇ હાઇ-ફાઇ જગ્યા નથી પરંતુ પ્રાકૃતિક સુંદરતાના મામલે તેનો કોઇ જવાબ નથી.

અહીંના મુખ્ય આકર્ષણ

અહીંનું મુખ્ય આકર્ષણ છે વોટરફોલ. પાંચ ઝરણાં, મુખ્ય ઝરણાં અને જુનું કુટ્રાલમ ઝરણું એ મુખ્ય વોટરફોલ છે. અન્ય ઝરણા માટે તમારે પહાડોનું ટ્રેકિંગ કરવું પડશે. શૈનબાગ દેવી ઝરણું અને મધ ઝરણું તમને ટ્રેકિંગ માર્ગ પર જ દેખાશે. ઉપરાંત, અહીં એક ટાઇગર ફોલ્સ નામથી વોટરફોલ ઓલ્ડ કુટ્રાલમમાં છે. માનવામાં આવે છે કે અહીં પાણી પીવા માટે વાઘ આવતા હતા. તમે ધાર્મિક સ્થળોના પ્રવાસની યોજના પણ બનાવી શકો છો. મખ્ય ઝરણાની પાસે શિવજીનું પ્રાચીન મંદિર છે.

કલાકડ મુંડથુરઇ ટાઇગર રિઝર્વ

ઉપરોક્ત સ્થળ ઉપરાંત તમે કુટ્રાલમથી 46 કિમી દૂર કલાકડ મુંડંથુરઇ ટાઇગર રિઝર્વની રોમાંચક સફનો આનંદ ઉઠાવી શકો છો. 1962માં સ્થાપિત કલાકાડ વન્યજીવ અભ્યારણ્ય મુંડંથુરઇ ફોરેસ્ટ રિઝર્વ (567ચોકસ કિમી) અને કલાકડ વન્યજીવ અભ્યારણ્ય (251 ચોરસ કિમી)ને મળીને બનાવ્યું છે. આ બન્ને અભ્યારણ્ય 1962માં બનાવાયા હતા. આ ટાઇગર રિઝર્વ રાજ્યના તિરૂનેલવેલી અને કન્યાકુમારી જિલ્લાના મધ્ય દક્ષિણ પશ્ચિમ ઘાટ પર સ્થિત છે.

આ તામિલનાડુનો બીજો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર છે. કેએમટીઆરમાં તમે વાઘો ઉપરાંત, દિપાડ, જંગલી બિલાડી, કુતરા, હાથી, હરણ, સાંભર, ચીતળ, જંગલી સુવ્વર, સ્લોથ, નીલગિરી વાંદરા, વિશાળ ખિસકોલી, મગર વગેરે જાનવરોને જોઇ શકો છો.

કેવી રીતે કરો પ્રવેશ

કુટ્રાલમ દક્ષિણ ભારતનું એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે જ્યાં તમે ત્રણ રસ્તે પહોંચી શકો છો, અહીંથી નજીકનું એરપોર્ટ કેરળ સ્થિત કોચ્ચી એરપોર્ટ અને કર્ણાટકનું મૈસુર એરપોર્ટ છે. રેલવે માર્ગો માટે તમે તેનકાસી રેલવે સ્ટેશનનો સહારો લઇ શકો છો.

તમે ઇચ્છો તો રસ્તા માર્ગે પણ અહીંની સફર નક્કી કરી શકો છો. સારા રસ્તાથી કુટ્રાલમ રાજ્યના મોટા શહેરો સાથે જોડાયેલું છે.