ગરમીથી રાહત અપાવશે કોવલમના આ ખાસ પર્યટન સ્થળો

0
374
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં સ્થિત કોવલમ એક સુંદર સમુદ્રી પર્યટન સ્થળ છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગીનું સમુદ્ર સ્થળ માનવામાં આવે છે. અહીંના સી-બીચ ગરમી દરમ્યાન આરામ ફરમાવવા માટે સૌથી ખાસ માનવામાં આવે છે. અરબી સમુદ્રની લહેરો સાથે નરમ રેતી આ સ્થળને આકર્ષક બનાવે છે. અહીં એક કતારમાં રહેલા નાળિયેરીના ઝાડો કોવલમને એક પ્રાકૃતિક પોશાક પ્રદાન કરે છે. પર્યટકો માટે અહીં ઘણુંબધું છે. તમે અહીં આરામદાયક રજાઓ ગાળી શકો છો.

લાઇટહાઉસ બીચ

લાઇટહાઉસ બીચ કોવલમનું આકર્ષણ અને મુખ્ય સમુદ્રી કિનારો છે જેની વિશેષતા અહીં રહેલુ 35 મીટર લાંબુ લાઇટહાઉસ છે. લાઇટહાઉસના કારણે જ આ કિનારાનું નામ લાઇટહાઉસ બીચ પડ્યું છે. આ સ્થળ અહીં આવનારા પર્યટકો માટે સ્વર્ગથી કમ નથી. કોવલમમાં મુખ્યત્વે 3 પ્રકારના સમુદ્રકિનારા છે જેમાં સૌથી મોટો આ જ છે. આ સૌથી લોકપ્રિય એટલા માટે પણ છે કારણ કે આ ઘણો વિકસિત છે અને મોટાભાગે વિદેશી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે.

અહીંની ચમકદાર રેતી, વાદળી એક્વામેરીન પાણી, આકર્ષક લહેરો પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરે છે.કોવલમના લાઇટહાઉસ બીચની ખાસિયત એ છે કે યાત્રા દરમ્યાન સર્ફિંગ, સનબાથિંગ, સ્વિમિંગ, બીચ વોલીબોલ જેવી પ્રવૃતિઓનો આનંદ લેવાનું ન ભૂલતા.

હાવા બીચ

લાઇટહાઉસના સમુદ્રી કિનારાથી થોડોક ઓછો પણ કોવલમનો હાવા બીચ પ્રવાસીઓમાં ઘણો લોકપ્રિય છે. અહીં આવનારા પ્રવાસીઓ આ બીચની સુંદરતાના વખાણ જરૂર કરે છે. સુંદર હાવા બીચ લાઇટ લાઇટહાઉસ બીચની સામે છે અને દેશના પહેલા અને ટોપલેસ બીચનું સ્થાન મળ્યું છે. આ સમુદ્રી કિનારો યૂરોપીય મહિલાઓનો પસંદગીનો દરિયાકિનારો છે, જે અહીં સનબાથિંગ માટે આવવાનું પસંદ કરે છે.

સમુદ્ર બીચ

લાઇટહાઉસ અને હાવા બીચ પછી ‘સમુદ્ર બીચ’ કોવલમનો ત્રીજો સુંદર સી-બીચ છે. આ કિનારો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષવાનું કામ કરે છે. અહીંથી અરબી સમુદ્રને જોવાનો લ્હાવો અનેરો છે. કુદરતી દ્ષ્ટિએ આ ઘણું જ ખાસ છે. અહીં પરિવાર અને મિત્રો સાથે ફરવાનો આનંદ જ કંઇક ઓર છે. બાકીના બીચની તુલનામાં આ બીચ ઘણો જ શાંત છે, જો તમે એકાંતમાં કેટલોક સમય પસાર કરવા માંગો છો તો અહીં આવી શકો છો.

કુત્રિમ ઓફ-શોર કોરલ રીફ

કોવલમના સમુદ્રી કિનારા ઉપરાંત, તમે અહીંના અન્ય કુદરતી ખજાનાના દ્શ્યોનો આનંદ ઉઠાવી શકો છો. કોવલમના લાઇટહાઉસ સમુદ્રના કિનારે સ્થિત કુત્રિમ ઓફ-શોર કોરલ રીફ જોવાનું યોગ્ય સ્થાન છે. અહીં રીફને (ખડક) બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે માછલી પકડવા અને સમુદ્રી આવાસ માટે ઘણો જ ઉપયોગ છે. માનવ નિર્મિત આ ખડકો સર્ફિંગની તકો પ્રદાન કરીને કોવલમ પર્યટનને પ્રોસ્તાહન આપવાનું કામ કરે છે. જો તમે કોવલમમાં રજાઓ ગાળવાની યોજના બનાવી રહ્યા છો તો આ કુત્રિમ ઓફ-શોર કોરલ રીફ પર જવાનું ન ભૂલતાં.

જર્મન બેકરી

ઉપરોક્ત સ્થાનો ઉપરાંત તમે કોવલમમાં જર્મન બેકરીના સ્વાદિષ્ટ વ્યંજનોને ટ્રાય કરવાનું ન ભૂલતાં. જો તમે મોંમા પાણી લાવનારા વ્યંજનોનો આનંદ લેવા માંગો છો તો કોવલમ જઇને જર્મન બેકરી જરૂર જાઓ. લાઇટહાઉસ બીચ પર સ્થિત આ સ્થાન સસ્તી કિંમતો પર શાનદાર વાનગી પરોસવાનું કામ કરે છે. અહીંનો નાશ્તો ઘણો જ કમાલનો હોય છે. અહીં બનનારી પેનકેક્સ ઘણી જ લાજવાબ હોય છે, જેનો સ્વાદ તમે કદાચ જ ભૂલી શકો. આ ઉપરાંત, મલાઇદાર મિલ્કશેક, કોફી, પેસ્ટ્રી, મસાલેદાર પિત્ઝા ખાવાનું પણ ન ભૂલતા. પરિવાર અને મિત્રો સાથે રજાઓ ગાળવા માટે આ એક આદર્શ જગ્યા છે તો ફરવા જવાનો પ્લાન જરૂર બનાવો.