વડોદરા નજીક આ છે ગુજરાતનો એકમાત્ર થીમ પાર્ક, જાણો કેટલી છે એન્ટ્રી ફી

0
5513
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતમાં ફરવા માટેનું વધુ એક સ્થળ ખુલી ગયું છે. હવે તમારે થીમ પાર્ક માટે મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોમાં જવાની જરૂર નથી. વડોદરા નજીક આજવામાં સરોવરને કિનારે એક ભવ્ય થીમ પાર્ક ગત 25 ડિસેમ્બરથી ખુલી ગયો છે જેનું નામ છે આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક.

આ થીમ પાર્કનું ઉદ્ધાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્ધારા કરવામાં આવ્યું હતું. અંદાજે 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પાર્કમાં અલગ અલગ 50 જાતની રાઇડ્સ છે. રાજયના પ્રવાસન નિગમ દ્ધારા પીપીપી મોડલથી તૈયાર થયેલો આ થીમ પાર્ક આશરે 70 એકરમાં ફેલાયેલો છે. જેનું સંચાલન વડોદરા કોર્પોરેશન દ્ધારા કરવામાં આવે છે.

થીમ પાર્કની ફી

પાર્કની વિવિધ રાઇડ્સને બે કેટેગરી એટલે કે એ અને બી એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે અને તે પ્રમાણે ફી અલગ અલગ છે.

સિલ્વર પેકેજ

એડલ્ટ(વયસ્ક)- રૂ.147
બાળક – રૂ.105

ગોલ્ડ પેકેજ

એડલ્ટઃ રૂ.855
બાળકઃ રૂ.530

ફાસ્ટ ટ્રેક પેકેજ

એડલ્ટઃ રૂ.1800
બાળકઃ રૂ.1200